તાંડવઃ મામા-મામી સામે જ ભત્રીજીઓનો ગેંગરેપ, ડબલ મર્ડર
હરિયાણાના સૌથી પછાત જિલ્લા મેવાતમાં હેવાનિયતની એક એવી ઘટના સામે આવી છે. જેને સાંભળીને આપણા રુંવાટા ઉભા થઇ જશે. મેવાતના ડિંગરહેડી ગામમાં કેટલાક બદમાશોએ એક ઘર પર હુમલો કરી દીધો. ઘરના બધા જ લોકોને બંધક બનાવી લીધા. બંધક બનાવ્યા પછી મામા-મામી સામે જ ભત્રીજીઓનો ગેંગરેપ કર્યો.
ત્યારબાદ તે બદમાશો એ ભત્રીજીઓની સામે જ મામા-મામી ની બેરહમીથી હત્યા કરી નાખી. ભત્રીજીઓમાં એક નાબાલિક હતી અને બીજી પરણિત હતી. બદમાશોએ ઘરમાં રાખેલા પૈસા અને જવેરાતો લૂંટી લીધા. ત્યારબાદ લોખંડના સળિયાથી મારી મારીને 7 લોકોને ખુબ જ ખરાબ રીતે ઘાયલ કરી નાખ્યા હતા.

આખી ઘટનાની સૂચના મળતા જ ઘટના પર પહોંચેલી પોલીસે બધા જ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. પોલીસે જણાવ્યું છે કે તે હત્યારાઓને કોઈ પણ કિંમત પર છોડવામાં નહિ આવે.












Click it and Unblock the Notifications
