દિલ્હી મેટ્રોમાં કિસ કરતુ જોવા મળ્યુ કપલ, વીડિયો વાયરલ
દિલ્હીની મેટ્રોમાં અશ્લિલ ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલા જ એક મહિલા માત્ર બિકીની પહેરીને મેટ્રોમાં જોવા મળી હતી ત્યારે હવે વધુ એક કિસ્સામાં એક કપલ મોજથી કિસ કરતું કેમેરામાં કેદ થયુ છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યંગ કપલ બધુ ભુલીને એકબીજામાં ખોવાયેલુ છે અને મોજથી કિસ કરી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો હવે ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે.

આ કિસ કરતા કપલનો વીડિયો અન્ય પેસેન્જરે રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર ક હતો. વીડિયો હવે આગની જેમ વાયરલ થયો છે. મેટ્રો દિલ્હી જેવા શહેરમાં મુસાફરી કરવાનું સરળ અને સસ્તું માધ્યમ છે. સરકાર પણ તેનો વિસ્તાર કરવામાં વ્યસ્ત છે. પરંતુ આવા લોકો તેનો આવો લાભ લે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને મેટ્રોના પ્રવેશદ્વાર પાસે ફ્લોર પર બેઠા છે. છોકરી છોકરાના ખોળામાં સૂઈ રહી છે અને બંને એકબીજાને કિસ કરી રહ્યા છે. તેની સામે બેઠેલા મુસાફરે આ વીડિયો ઉતાર્યો છે.
दिल्ली मेट्रो का नाम बदल के P०rnHub क्यों नहीं रख देते @DCP_DelhiMetro ? pic.twitter.com/dTeyraJaVf
— Dr. Ladla (@SonOfChoudhary) May 9, 2023
દિલ્હી મેટ્રોમાં છેલ્લા કેટલાક મહિનામાં અશ્લીલતાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ અને કપલ્સ પણ સામેલ છે.
આ વીડિયો સામે આવ્યા બાદ હવે લોકો આ કપલને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો ખરી ખોટી સંભળાવતા જોવા મળ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે.
હાલમાં જ દિલ્હી મેટ્રોમાં એક વ્યક્તિ હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો. આ પછી ડીએમઆરસીએ મેટ્રો ટ્રેનમાં ફ્લાઈંગ સ્કવોડ લાવવાની વાત કરી હતી. આ ફ્લાઈંગ સ્કવોડ મુસાફરો પર નજર રાખવાનું કામ કરશે.












Click it and Unblock the Notifications
