રાષ્ટ્રગાનનું અપમાન કરનાર પરિવારને લોકો સિનેમા હોલથી નીકાળ્યા
એક બાજુ જ્યાં દેશભરમાં અસહિષ્ણુતાના મામલે મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં જ સોશ્યલ મીડિયા પર એક તેવો વીડિયો વાયરલ જેમાં કેટલાક લોકો દ્વારા એક પરિવારને સિનેમાહોલમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ લોકો સિનેમાહોલમાં પિક્ચર જોવા આવ્યા હતા. ત્યારે પિક્ચરની શરૂઆતમાં રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું ત્યારે આ લોકો ઊભા ના થતા વિવાદ થયો હતો. આજુબાજુના લોકો આ અંગે પૂછતા આ પરિવારે પહેલા કહ્યું કે તેમની મરજી છે તેમને રાષ્ટ્રગાન વખતે ઊભા થવું કે નહીં. જો કે તે બાદ વિવાદ વધતા પગના દુખાવાની વાત પણ આ પરિવારના એક સદસ્યે કરી હતી.
જો કે આ મામલે ત્યાં હાજર લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરતા તેમને આ હોલ છોડીને ચાલ્યા જવાનું કહ્યું. અને જ્યારે આ પરિવાર જતો રહ્યો ત્યારે તમામ લોકોએ તાળીઓ પાડીને આ વાતને વધાવી લીધી.
નોંધનીય છે કે આ વીડિયો કંઇ જગ્યાનો છે અને આ પરિવાર કોણ છે તે વિષે વધુ જાણકારી પ્રાપ્ત નથી થઇ. પણ આ મુદ્દે સોશ્યલ મીડિયા પર વિવાદ વધ્યો છે. તો ઉપરોક્ત મુદ્દે તમારો શું મત છે તે વિષે અમને નીચેના કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો જુઓ આ વીડિયો...