For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી કેસમાં એ રાજાને ગવાહી આપવાની અનુમતિ મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂન : 2જી સ્પેક્ટ્રમ મામલે સુનવણી કરી રહેલી એક વિશેષ અદાલતે પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજાને સ્વયં જે કેસમાં દોષિત છે તેમાં ગવાહ તરીકે રજૂ થવા માટે અનુમતિ આપી દીધી છે.

કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)ના વિશેષ ન્યાયાધીશ ઓ પી સૈનીએ પાછલા સપ્તાહે આ મામલે સ્વયંનો બચાવ કરવા માટે ગવાહ તરીકે રજૂ થવા માટેની અનુમતિ સંબંધિત એ રાજની અરજીને માન્ય રાખી છે.

kanimozhi-a-raja

ન્યાયાધીશે જણાવ્યું કે 'આરોપી (રાજા) ખુદના બચાવમાં ગવાહી આપવા માંગે છે. આ સંબંધમાં તેમણે પોતાના હસ્તાક્ષરવાળી એક અરજી દાખલ કરી છે. આ સંબંધમાં કોઇ વાંધો નથી. અનુમતિ છે. આરોપીને સ્વયંના બચાવમાં ગવાહ તરીકે રજૂ થવાની આઝાદી છે.'

અદાલતે જણાવ્યું કે 'આરોપી એ રાજા એ નક્કી કરશે કે 1 જુલાઇના રોજ તેઓ સ્વયં ગવાહ તરીકે જિરહ માટે તૈયાર છે. જેવો તેમણે આગ્રહ કર્યો છે. અથવા તેમના બદલે કોઇ અન્ય ગવાહ ઉપસ્થિત રહેશે. રાજાએ પાછલા સપ્તાહે સીબીઆઇની વિશેષ અદાલતને ગવાહોની એક યાદી સોંપી હતી.'

કેગના રિપોર્ટ અનુસાર રાજાએ ટેલિકોમ કંપનીઓને 2જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં પક્ષપાત કર્યો હતો. જેના કારણે સરકારી ખજાનાને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રાજા સહિત મામલે તમામ આરોપી જમાનત પર છૂટી ગયા છે.

English summary
A special court has allowed former Telecom Minister A Raja's plea seeking to depose as a witness to defend himself in the ongoing trial in the 2G spectrum scam case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X