For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજેશ તલવારને કોર્ટે પૂછ્યા 188 પ્રશ્નો

|
Google Oneindia Gujarati News

aarushi-talwar
ગાજિયાબાદ, 18 મેઃ દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી બની ગયેલો આરુષિ-હેમરાજ હત્યાકાંડ મામલે કોર્ટે હત્યાના મુખ્ય આરોપી અને આરુષિના પિતા ડોક્ટર રાજેશ તલવારને 188 પ્રશ્નો પૂછ્યા છે. સીબીઆઇની વિશેષ અદાલતે મામલાની સુનાવણી દરમિયાન સાક્ષીઓના નિવેદનના આધારે તલવાર વિરુદ્ધ આવેલા તથ્યોને લઇને 188 પ્રશ્નો કર્યા છે.

કોર્ટના પ્રશ્નો અને તેમના પર લગાવવામાં આવેલા આરોપોને રાજેશ તલવાર નકારતા રહ્યાં. રાજેશ તલવારે સીબીઆઇ પર જ આરોપ લગાવતા કહ્યું કે આ સાક્ષીઓએ સીબીઆઇના દબાણમાં આવીને તેમની વિરુદ્ધ નિવેદન આપ્યા છે. જ્યારે તેમના વિરુદ્ધ કોઇ સાક્ષી છે જ નહી.

સીબીઆઇના વિશેષ ન્યાયાધીશ એસ લાલની અદાલતમાં ડો રાજેશ તલવાર અને નૂપુર તલવારને રજૂ કરવામાં આવ્યા. કોર્ટે મામલા સાથે જોડાયેલા પુરાવા તલવાર દંપત્તિની નોકરાણી, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, નોઇડાના પૂર્વ ડીએસપી કેકે ગૌતમ, ગાર્ડ રવિન્દ્ર, પૂર્વ સિટી મેજિસ્ટ્રેટ સંજય ચૌહાણ, ઉમેશ સહિત અનેક સાક્ષીઓના નિવેદનના આધારે ડો તલવાર પર લગાવવામાં આવેલા આરોપો પર પ્રશ્નો કર્યા છે.

કાર્ટા પ્રશ્નોના જવાબમાં ડો તલવારે કહ્યું કે તેઓ સીબીઆઇના દબાણમાં આવીને નિવેદન આપી રહ્યાં છે. નોઇડા પોલીસના પૂર્વ ડીએસપી કેકે ગૌતમના એ નિવેદનને પણ ડો તલવારે નકારી દીધા જેમાં તેમણે કહ્યું હતું કે તેમને ડો સુશીલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની વાત ના આવે તેમ કહ્યું હતું.

નોંધનીય છે કે, આ પહેલા પણ તલવાર દંપત્તિએ એ 13 સાક્ષીઓના નિવેદન દર્જ કરાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમણે આ આખા મામલામાં તલવાર દંપત્તિનો હાથ નહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોર્ટે તેમની એ અરજીને ખારીજ કરી નાંખી હતી. ત્યાર બાદ તેમણે સીબીઆઇ કોર્ટમાં નિવેદન નોંધાવવા માટે આવવું પડ્યું.

English summary
CBI speacial court asked 188 questions to rajesh talwar in aarushi murder case. He refuse to answer all question.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X