કેજરીવાલને દસ દિવસોમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીધામ, 16 એપ્રિલ: ગુજરાતમાં કચ્છ જિલ્લાની એક કોર્ટે ચૂંટણી આદર્શ આચાર સંહિતાને કથિત ઉલ્લંખનને લઇને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલને આજે નોટીસ જાહેર કરી અને તેમણે દસ દિવસના અંદર હાજર થવા માટે કહ્યું છે.

ગાંધીધામ ન્યાયિક મેજિસ્ટ્રેટ કેડી પ્રસાદે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપ્યો. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત મહિને પોતાના ચાર દિવસીય તથ્યાન્વેષી ટૂર દરમિયાન જિલ્લામાં ગાંધીધામના રિષભ વિસ્તારમાં મંજૂરી વિના લાઉડસ્પીકર વડે જનસભાને સંબોધિત કર્યા હતા.

ગાંધીધામ પોલીસે જાહેરનામાનું ઉલ્લંઘન કરવા પર છ માર્ચના રોજ અરવિંદ કેજરીવાલ અને છ અન્ય પાર્ટી કાર્યકર્તાઓ વિરૂદ્ધ પ્રાથમિકી દાખલ કરવામાં આવી હતી. જિલ્લાધિકારીએ ચૂંટણી અંતગર્ત જાહેરનામું જાહેર કર્યું હતું.

arvind-kejriwal-delhi-sarkar

અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના કાર્યકર્તાઓના અપરાધની ગાંધીધામના ચૂંટણી અધિકારીઓએ વીડિયોગ્રાફી પણ કરી હતી. પોલીસે અરવિંદ કેજરીવાલ સહિત છ વ્યક્તિઓ પર આઇપીસીની કલમ 188 હેઠળ આદેશની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ સાબિત થતાં છ મહિના સુધી જેલ અને 2000 સુધી સુધીનો દંડ થઇ શકે છે.

English summary
A local court in Kutch district of Gujarat today issued a notice to Aam Aadmi Party chief Arvind Kejriwal and asked him to appear within ten days for alleged breach of model code of conduct during his 'fact finding' tour last month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X