બોલીવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કોર્ટે ફરાર જાહેર કરી

Posted By:
Subscribe to Oneindia News

90ના દસકાની હોટ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના કથાકથિત પતિ વિક્કી ગોસ્વામીને મુંબઇની થાણે સેશન કોર્ટે ફરાર જાહેર કર્યો છે. ગત વર્ષ થાણે પોલીસે રાજ્યના સોલાપુર સ્થિત એવોન લાઇફસાયન્સમાં છાપો માર્ટો હતો અને ત્યાંથી 2 હજાર કરોડ રૂપિયાની કિંમતનું લગભગ 18.5 ટન અફેડ્રિન મેળવ્યું હતું. પોલીસનો દાવો હતો કે અફેડ્રિન એવોન લાઇફસાયન્સને કેન્યામાં રહેતા વિક્કી ગોસ્વામીની ગેંગએ મોકલ્યું હતું. આ મામલે 10થી વધુ આરોપીઓની ધરપકડ થઇ હતી.

manta

પોલીસના કહેવા મુજબ તેમની પાસે મમતા અને વિક્કી બન્ને વિરુદ્ધ પુરતા પુરાવા છે. અને તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ હાલ તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે જેથી ઇન્ટપોલના માધ્યમથી તેમને પકડી શકાય. ઉલ્લેખનીય છે કે મમતા કુલકર્ણીએ સ્પષ્ટતા આપી હતી કે વિક્કી તેના પતિ નથી અને તે પહેલા એકબીજા સાથે લિવ ઇનમાં રહેતા હતા પણ હવે તેમની વચ્ચે કોઇ સંબંધ નથી. સાથે જ તેમણે ડ્રગ સાથે પણ પોતે જોડાયેલી નથી તેવું જણાવ્યું હતું. જો કે પોલીસ મમતાને આ કેસમાં આરોપી માને છે.

English summary
The Thane sessions court declared Mamta Kulkarni and her boyfriend Vicky Goswami as absconders in drug haul case.
Please Wait while comments are loading...