સ્પૉટ ફિક્સિંગ: દાઉદ વિરૂદ્ધ બિનજામીન વોરંટ જાહેર

પોલીસે આરોપ લગાવ્યો છે કે વિદેશમાં બેસીને દાઉદ તથા છોટા શકિલ આઇપીએલ ફિક્સિંગને કન્ટ્રોલ કરી રહ્યાં છે. દાઉદને મુંબઇ બ્લાસ્ટ કેસમાં પહેલાંથી જ ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ બંને વિરૂદ્ધ પહેલાંથી જ 10 જૂનના રોજ વોરંટ જાહેર કરવા માટે અરજી દાખલ કરી હતી જે બાદમાં પરત લેવામાં આવી હતી. કોર્ટે
સાકેત સ્થિત વધારાના સત્ર ન્યાયાધીશ રાજ રાની મિત્રાએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આગ્રહને સ્વિકાર કરતાં કહ્યું હતું કે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરી નક્કર આધાર છે.
કોર્ટે બંને વિરૂદ્ધ તારીખ વિનાનું વોરંટ જાહેર કર્યું છે. જો કે પોલીસે જણાવ્યું હતું કે બંને વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે અને ઇન્ટરપોલ નક્કી કરેલી તારીખનું વોરંટ સ્વિકારતી નથી.
પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ સહિતની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીની પુછપરછ દરમિયાન આ તથ્યનો ખુલાસો થયો છે કે દાઉદની ગેંગ ફિક્સિંગને ઓપરેટ કરી રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે આ બંનેની ધરપકડ માટે તેમના મુંબઇના એડ્રેસ પર પોલીસ ગઇ હતી પરંતુ તે નિકળ્યા નહી.












Click it and Unblock the Notifications
