Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાન ખુર્શીદના પુસ્તક પર પ્રતિબંધની અરજી કોર્ટે ફગાવી, લાગણી દુભાઈ હોય તો કંઈક સારું વાંચો-સુપ્રીમ કોર્ટ

દિલ્હી હાઈકોર્ટે સલમાન ખુર્શીદના નવા પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દેતા કહ્યું છે કે, જો પુસ્તક વાંચીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો કંઈક સારું વાંચો.

નવી દિલ્હી, 25 નવેમ્બર : દિલ્હી હાઈકોર્ટે સલમાન ખુર્શીદના નવા પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દેતા કહ્યું છે કે, જો પુસ્તક વાંચીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો કંઈક સારું વાંચો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે ખુર્શીદે તેમના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઇન અવર ટાઈમ્સમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકવાદી જૂથોના જેહાદી ઈસ્લામ સાથે કરી છે.

Salman Khurshid

કોર્ટે ખુર્શીદના પુસ્તકના પ્રકાશન અને વેચાણ પર પ્રતિબંધની માંગણી કરનાર અરજીકર્તાને કહ્યું હતું કે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાને બદલે તમે લોકોને તેમનું પુસ્તક ન ખરીદવા કે વાંચવા કેમ નથી કહેતા? કોર્ટે કહ્યું કે બધાને કહો કે આ પુસ્તક સારું નથી અને તેને વાંચશો નહીં. જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે કંઈક સારું વાંચી શકે છે.

અરજદારે કોર્ટમાં કહ્યું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થવો જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિને અન્યની લાગણીઓનું ઉલ્લંઘન કરવાનો અધિકાર નથી. અરજદારે રજૂઆત કરી હતી કે પુસ્તકે કલમ 19 માં સમાવિષ્ટ વાજબી નિયંત્રણોનું ઉલ્લંઘન કર્યું છે.

ધ સેફ્રોન સ્કાય નામના પ્રકરણના વિવાદ પર કોર્ટે કહ્યું કે આ મામલો પુસ્તકના એક ભાગનો છે, સમગ્ર પુસ્તકનો નહીં. કોર્ટે કહ્યું કે જો તમે પ્રકાશકનું લાઇસન્સ રદ કરવા માગો છો તો તે અલગ બાબત છે. આખું પુસ્તક અમારી સમક્ષ મૂક્યું નથી, તે માત્ર એક ભાગ છે. તમને જણાવી દઈએ કે વિવાદ આ પુસ્તકના ધ સેફ્રોન સ્કાય નામના પ્રકરણને લઈને છે, જેના વિશે અરજદારની દલીલ છે કે હિંદુ ધર્મની સરખામણી ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X