કોર્ટે નરેન્દ્ર મોદીનો મેરિટલ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પરણિત હોવાની બાબતને છૂપાવવા બદલ એક કોર્ટે તેમના મેરિટલ સ્ટેટસ રિપોર્ટને દાખલ કરવાની માંગ કરી છે.

એડિશન ચીફ જ્યુડિશલ મેજિસ્ટ્રેટ એમએમ શેખે આમ આદમી પાર્ટી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર પોલીસને આદેશ આપતા જણાવ્યું આવનારા ત્રણ અઠવાડિયાની અંદર આ આખા મામલાની તપાસ કરીને કોર્ટને રિપોર્ટ સોંપવામાં આવે.

narendra modi
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નિશાંત વર્માએ નરેન્દ્ર મોદી વિરુધ્ધ એક અરજી દાખલ કરતા જણાવ્યું છે કે વર્ષ 2012ના ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ઉમેદવારી પત્ર દરમિયાન પરણિત નહીં હોવાની વાત કહી હતી. તેમણે મોદી પર આરોપ લગાવતા એ પણ જણાવ્યું છે કે તેમણે છેલ્લા ઘણા વર્ષોથી વિધાનસભા ચૂંટણી લડવા છતાં પોતાના પરણિત હોવાની વાત સામાન્ય જનતાથી છૂપાવી છે.

જોકે, દાખલ કરવામાં આવેલી અરજીને સંજ્ઞાનમાં લેતા કોર્ટે પોલીસ પ્રશાસનને આ સમયે ત્રણ અઠવાડિયાની અંદર સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાની વાત કરી છે. આ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા પોલીસ સાથે સીધી આ વાતની ફરિયાદ કરવામાં આવી હતી, કેસ નહીં નોંધાતા નિશાંતે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

English summary
BJP's PM candidate Narendra modi is stuck again. Court seeks Modi marital status report from police administration with in 3 weeks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X