For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીકે શિવકુમારને અદાલતે 13 સપ્ટેમ્બર સુધી ઈડીની રિમાન્ડ પર મોકલ્યા

ડીકે શિવકુમારને અદાલતે 13 સપ્ટેમ્બર સુધી ઈડીની રિમાન્ડ પર મોકલ્યા

|
Google Oneindia Gujarati News

દિલ્હીની રાઉજ એવન્યૂ અદાલતે કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને 13 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે. ઈડીએ ડીકે શિવકુમારના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. મની લોન્ડરિંગના મામલે મંગળવારે રાત્રે ધરપકડ કરાયેલ શિવકુમારને ન્યાયાધીશ અજય કુમાર કુહાડ સામે હાજર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સ્વાસ્થ્ય તપાસ બાદ 57 વર્ષીય કોંગ્રેસ નેતાને અદાલત લાવવામાં આવ્યા.

dk shivkumar

શિવકુમારના વકીલ અભિષેક મનુ સિંધવી અને દાયન કૃષ્ણને ધરપકડને લઈ પૂછપરછ કરવાની ઈડીની અરજીનો એમ કહીને વિરોધ કર્યો કે તે તપાસમાં સામેલ થયા અને ક્યારેય ભાગવાની કોશિશ નથી કરી તેમના વકીલે દાવો કર્યો કે શિવકુમારને આજે ખાવાનું પણ ન આપવામાં આવ્યું અને આ ઈડી દ્વારા ધીમે ધીમે અપાઈ રહેલી યાતના છે.

સિંધવીએ કહ્યું કે પોલીસ રિમાન્ડ અપવાદ છે અે તેને વિવેકહીન રીતે ન આપી શકાય અને શિવકુમારને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવાની અરજી દુરાગ્રહથી ભરેલ છે. તેઓ ઈડીની દલીલોનો વિરોધ કરી રહ્યા હતા જેમાં અદાલતને કહેવામાં આવ્યું હતું કે આવકવેરાની તપાસ અને કેટલાય સાક્ષીઓના નિવેદનથી શિવકુમાર વિરુદ્ધ અપરાધ સાબિત કરતા સાક્ષ્યોનો ખુલાસો થયો છે.

એજન્સીએ દાવો કર્યો કે તેઓ તપાસથી દૂર ભાગતા રહ્યા અને અમને સહયોગ નથી કર્યો અને મહત્વપૂર્ણ પદ પર રહેતા તેમની આવકમાં જબરદસ્ત વધારો થયો હતો. ઈડીએ કહ્યું કે શિવકુમારનો આમનો-સામનો કેટલાય દસ્તાવેજોથી કરાવવો પડશે અને ગેરકાયદેસર સંપત્તિના ખુલાસા માટે તેમને કસ્ટડીમાં લેવાની જરૂરત છે.

પંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19નાં મોતપંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19નાં મોત

English summary
court sent dk shivkumar on ed's custody till 13 september
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X