કોવિડ 19: સાવધાન! 25% થી 50% સંક્રમિત લોકોમાં કોઈ લક્ષણ નથી દેખાતા
અમુક એવી માહિતી સામે આવી રહી છે જેનાથી માલુમ પડે છે કે 25થી લઈને 50 ટકા કેસ તો એવા હોય છે જેમાં સંક્રમણ હોવા છતાં કોઈ લક્ષણ દેખાતા જ નથી.
કોરોના વાયરસ વિશે રોજ નવી નવી શોધો સામે આવી રહી છે. હવે અમુક એવી માહિતી સામે આવી રહી છે જેનાથી માલુમ પડે છે કે 25થી લઈને 50 ટકા કેસ તો એવા હોય છે જેમાં સંક્રમણ હોવા છતાં કોઈ લક્ષણ દેખાતા જ નથી. આ રીતના શોધ પરિણામો સામે આવ્યા બાદ અમેરિકી વિશેષજ્ઞો ચોંકી ગયા છે. બધાએ માસ્ક પહેરવાની જરૂરતવાળી પોતાની જૂની ગાઈડલાઈન્સને તેમણે બદલવી પડી રહી છે. અમેરિકા અત્યારે આ વાયરસના કારણે બેહાલ થઈ ચૂક્યુ છે અને હવે તે આને કાબુમાં કરવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. જે લોકો અત્યાર સુધી સુરક્ષિત દેખાઈ રહ્યા છે તેમને વારંવાર ચેતવવામાં આવી રહ્યા છે. આપણે ભારતીયો માટે પણ જરૂરી છે કે કોરોનાને હળવાશમાં લેવાની કોઈ ભૂલ ન કરશો. કારણકે અમેરિકા માટે ખુદને સંભાળવુ મુશ્કેલ બની રહ્યુ છે તો ભારત આરોગ્ય ક્ષેત્રે તેના મુકાબલે નહિ ટકી શકે.

સાવધાન! અડધા લોકોમાં કોઈ લક્ષણ નથી દેખાતા
વાયરસ પર થયેલી લેટેસ્ટ શોધમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. એક શોધમાં માલુમ પડ્યુ કે કોવિડ-19થી સંક્રમિત 25 ટકા લોકોમાં હોઈ શકે કે કોઈ લક્ષણ ન દેખાય અથવા એ પોતાને બિમાર અનુભવે જ નહિ. આ ચેતવણી મેરિકા સેન્ટર્સ ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રૉબર્ટ રેડફિલ્ડ તરફથી આપવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે આ મહામારીનો અંદાજ લગાવવા અને તેના પ્રકોપને નિયંત્રિત કરવાની દિશામાં આ તથ્ય બહુ મોટા ઝટકાની જેમ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ એક વિદેશી મીડિયાના હવાલાથી એ પણ કહ્યુ છે કે આઈસલેન્ડમાં મળેલા એક નવા ડેટાએ ચેતવ્યા છે કે પૉઝિટીવ મળેલા 50 ટકા લોકોમાં પણ કોઈ પ્રકારના કોઈ લક્ષણ દેખાયા નહોતા. એટલુ જ નહિ હૉંગકૉંગની એક રિસર્ચ ટીમે પોતાની તપાસમાં જોયુ કે કોરોના વાયરસના જન્મદાતા ચીનનાદર્દીઓમાં પણ આના લક્ષણ દેખાતા પહેલા જ ત્યાં 20થી 40 ટકા લોકો સંક્રમિત થઈ ચૂક્યા હતા.

માસ્ક પહેરવામાં આળસ ન કરો
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોવા કે તેમાં બિમાર હોવાનો કોઈ અનભવ ન થવા વિશે આ રીતના રિસર્ચના પરિણામો અમેરિકાના વિશેષજ્ઞોને ચોંકાવી રહ્યા છે. અમેરિકા હાલમાં દુનિયાનુ સૌથી મોટુ કોરોના પીડિત છે. શોધ પર આધારિત આ પરિણામો સામે આવ્યા બાદ સેન્ટર્સ ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને માસ્ક પહેરવા અંગેની નવી ગાઈડલાઈન જારી કરવી પડી રહી છે. આ એજન્સી તરફથી પહેલા વારંવાર કહેવામાં આવ્યુ હતુ કે સામાન્ય નાગરિકોએ ત્યાં સુધી માસ્ક પહેરવાની જરૂર છે જ્યાં સુધી તે અસ્વસ્થ ન અનુભવે. પરંતુ હવે રેડફિલ્ડે કહ્યુ છે કે નવા ડેટા સામે આવ્યા બાદ જૂનૂ ગાઈડલાઈન્સને કડકાઈથી બદલવામાં આવી રહી છે.

દુનિયાભરમાં યથાવત છે કોરોનાનો કહેર
તમને જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા બે લાખને પાર કરી ચૂકી છે અને આજે આ બિમારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આ બિમારીએ દુનિયાભરમાં લગભગ પચાસ હજાર લોકોના જીવ લઈ લીધા છેઅને આ સિલસિલો ક્યાં અટકશે તે બતાવવાની સ્થિતિમાં કોઈ નથી. ભારતમાં છેલ્લા બે દિવસોમાં જ આના સંક્રમિતોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. હવે તે બે હજારના આંકડો થવા જઈ રહી છે. વળી, ગુરુવારે બપોર સુધી દેશમાં કોવિડ 19થી મૃતકોની સંખ્યા 50 સુધી પહોંચી ગઈ છે. અહીં આ બિમારીને રોકવા માટે 21 દિવસનુ લૉકડાઉન છે. આના માટે જરૂરી છે કે લોકો આ લૉકડાઉનનુ કડકાઈથી પાલન કરે અ કોરોનાને હળવાશમાં લેવાની ભૂલ ન કરે.












Click it and Unblock the Notifications
