કૂચકેને ભૂચકે ભારતમાં વધી રહ્યા છે કોરોના પોઝિટિવના કેસ, સંક્રમિતોની સંખ્યા 26496

કૂચકેને ભૂચકે ભારતમાં વધી રહ્યા છે કોરોના પોઝિટિવના કેસ, સંક્રમિતોની સંખ્યા 26496

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 26498 થઈ ગઈ હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે. પાછલા 24 કલાકમાં 1990 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 49 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ 824 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે 5804 લોકો સ્વસ્થ થઈ પોતપોતાના ઘરે પહોંચી ગયા છે.

coronavirus

શનિવારે 1490 સંક્રમણના નવા મામલા સામે આવ્યા હતા, જ્યારે 56 લોકોના મોત થઈ ગયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સતત લોકોને કોરોના વાયરસતી બચવા માટે જરૂરી દિશાનિર્દેશનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. ભારત સરકારે આખા દેશમાં 3 મે સુધી લૉકડાઉનનું એલાન કર્યું છે અને લોકોને પોતાના ઘરે જ રહેવાની અપીલ કરી છે. રવિવારે સરકારે દેશભરમાં નાની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી. જો કે જે શહેરોમાં હૉટસ્પૉટ છે અને કોરોના સંક્રમણના મામલા વધુ આવ્યા છે ત્યાં પહેલાની જેમ જ લૉકડાઉનના સખ્ત નિયમોનું પાલન કરવામાં આવશે.

દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની વાત કરીએ તો આ સંખ્યા 2919494 સુધી પહોંચી ગઈ છે, જ્યારે 2 લાખ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયાં છે. કોવિડ 19ના કારણે અમેરિકામાં પાછલા 24 કલાકમાં 2494 લોકોના મોત થયા છે, જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા શનિવારે રાતે જણાવવામાં આવેલ આંકડાઓ મુજબ અમેરિકામાં અત્યાર સુધી મરનારાઓનો આંકડો 53511ને પાર પહોંચી ગયો. અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ કહેર મચાવ્યો છે. તેણે સ્પેન અને ઈટલીને પાછળ છોડી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X