કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યા ઘટી, 24 કલાકમાં મળ્યા 975 નવા કેસ અને 796 દર્દી થયા રિકવર

કોરોના મહામારીની ત્રીજી લહેર તો ખતમ થઈ ગઈ પરંતુ દેશના અમુક ભાગોમાં આનુ સંક્રમણ ફરીથી ફેલાવા લાગ્યુ છે.

નવી દિલ્લીઃ કોરોના મહામારીની ત્રીજી લહેર તો ખતમ થઈ ગઈ પરંતુ દેશના અમુક ભાગોમાં આનુ સંક્રમણ ફરીથી ફેલાવા લાગ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી આજે જણાવવામાં આવ્યુ છે કે દેશભરમાં 11,366 સક્રિય દર્દી છે એટલે કે કોરોના વાયરસથી પીડિત છે અને ઉપચારાધીન છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન 975 નવા કેસ સામે આવ્યા.

corona

ચિંતા એ વાતની છે કે છેલ્લા 24 કલાકમાં રિકવર થનાર કોરોના દર્દીઓની સંખ્યા નવા મળતા દર્દીઓની સરખામણી ઓછી હતી. કાલે 796 દર્દી ઠીક થયા. આ ઉપરાંત 4 લોકોએ દમ તોડી દીધો. સરકારી આંકડાઓમાં અત્યાર સુધી 521747 લોકોના મોત દર્શાવવામાં આવ્યા છે. વળી, 42507834 રિકવરી બતાવવામાં આવી છે. આ ઉપરાંત વેક્સીનેશનની વાત કરીએ તો આ આંકડો 1,86,38,31,723 પહોંચી ચૂક્યો છે.

કોરોના વાયરસથી બચાવ માટે દેશભરમાં લોકોને વેક્સીનનો 6,89,724 ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી 18+ લોકોને વેક્સીનનો 91,36,95,777 ફર્સ્ટ ડોઝ અને 80,28,03,437 સેકન્ડ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. દેશભરમાં અત્યાર સુધી 15-18 વર્ષ સુધીના વયજૂથમાં 5,78,45,181 વેક્સીનનો ફર્સ્ટ ડોઝ અને 4,03,05,973ને સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સીનેશનનો આખો ડેટા જોવા માટે અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X