For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટરે કોરોના દર્દીનુ કર્યુ યૌન શોષણ, સંક્રમણના ડરથી પોલિસ ધરપકડ કરી શકતી નથી

મુંબઈથી એક એવી શરમજનક ઘટના સામે આવી છે જ્યાં એક ડૉક્ટરે કોરોના દર્દીનુ યૌન શોષણ કર્યુ.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ દેશમાં ઝડપથઈ ફેલાઈ રહ્યો છે. કોરોના સામે ચાલી રહેલી આ લડાઈમાં ડૉક્ટર અને મેડીકલ સ્ટાફ ફ્રંટલાઈન પર ઉભા રહીને લડી રહ્યા છે. જેના માટે આખો દેશ તેમની પ્રશંસા કરી રહ્યો છે. વળી, બીજી તરફ મુંબઈથી એક એવી શરમજનક ઘટના સામે આવી છે જ્યાં એક ડૉક્ટરે કોરોના દર્દીનુ યૌન શોષણ કર્યુ. ડૉક્ટરનો પણ સંક્રમિત થવાનો ખતરો છે જેના કારણે પોલિસે તેમની ધરપકડ કરી નથી.

rape

પોલિસના જણાવ્યા મુજબ વૉકહાર્ટ હોસ્પિટલમાં 44 વર્ષના કોરોના સંક્રમતિ વ્યક્તિ આઈસીયુમાં ભરતી હતા. આ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય હરકતો શરૂ કરી દીધી. ત્યારે દર્દીએ અલાર્મ વગાડી દીધુ જેનાથી બાકીનો મેડીકલ સ્ટાફ ત્યા પહોંચી ગયો. ઘટનાના એક દિવસ પહેલા જ ડૉક્ટરે હોસ્પિટલમાં ડ્યુટી જોઈન કરી હતી. જેના પર હોસ્પિટલ પ્રશાસને તરત જ તેને સસ્પેન્ડ કરવાની સૂચના આપી.

હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ ગયા મહિને અહીં 80 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા ત્યારબાદ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી. વળી,23 એપ્રિલે પ્રશાસને તેને ફરીથી ખોલવાની અનુમતિ આપી દીધી. સાવચેતી તરીકે હોસ્પિટલ પ્રશાસને વધુ ઉંમરના ડૉક્ટર્સને ડ્યુટી જોઈન કરવાની ના પાજી દીધી. આરોપીએ હાલમાં જ મુંબઈની એક મેડીકલ કોલેજથી એમડીનો કોર્સ પૂરો કર્યો હતો. જેને 30 એપ્રિલે ડ્યુટી જોઈન કરાવી દેવામાં આવી.

હોમ ક્વૉરંટાઈન કરાયો આરોપી

એક મેના રોજ આરોપીએ ઘટનાને અંજામ આપ્યો. પોલિસે હોસ્પિટલ પ્રશાસનની ફરિયાદ પર આરોપી સામે આઈપીસીની કલમ 377, 269 અને 270 હેઠળ કેસ નોંધી લીધો છે. પોલિસને શંકા છે કે આરોપી પણ કોરોના પૉઝિટીવ હોઈ શકે છે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલિસે તેને હોમ ક્વૉરંટાઈન કરી દીધો છે. ક્વૉરંટાઈન પીરિયડ પૂરો કર્યા બાદ તેની ધરપકડ થશે.

આ પણ વાંચોઃ 42000ને પાર પહોંચી કોરોના દર્દીઓની સંખ્યા, 24 કલાકમાં 2553 નવા કેસઆ પણ વાંચોઃ 42000ને પાર પહોંચી કોરોના દર્દીઓની સંખ્યા, 24 કલાકમાં 2553 નવા કેસ

English summary
Covid patient physically attacked by doctor in mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X