For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid Update : કોરોના સંક્રમણમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,476 નવા કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના 5,476 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 158 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

Covid Update : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના 5,476 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 158 લોકોના મોત થયા છે, જ્યારે 9,754 લોકો સાજા થયા છે.

હોસ્પિટલ પણ પરત ફર્યા છે. દેશમાં હાલમાં કોરોનાના કુલ 4,29,62,953 કેસ છે, જ્યારે કોરોનાના સક્રિય કેસ 59,442 છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 4,23,88,475 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે મૃત્યુઆંક 5,15,036 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,78,83,79,249 લોકોને રસી આપવામાં આવી છે.

દેશને મળી નવી કોરોના રસી

દેશને મળી નવી કોરોના રસી

જોકે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ સમાપ્ત થયા નથી, તેથી દરેકને હજૂ પણ તમામ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે. જે દરમિયાનસીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ, એન્ટિ COVID 19 રસી માટે ઇમરજન્સી ઉપયોગની પરવાનગી(EUA) ની ભલામણ કરી છે. આ સાથે દેશને નવી કોરોના રસી મળી છે.

મહારાષ્ટ્ર નોંધાયા 535 નવા કોવિડ કેસ

મહારાષ્ટ્ર નોંધાયા 535 નવા કોવિડ કેસ

જો રાજ્યોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં મિઝોરમમાં કોરોના વાયરસના 568 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. તો જ્યારેદિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 274 કોવિડ કેસ નોંધાયા છે, ત્યાં કોરોનાના 1,350 સક્રિય કેસ છે. જ્યારે મહારાષ્ટ્ર જે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, ત્યાં છેલ્લા 24કલાકમાં 535 નવા કોવિડ કેસ અને 10 મૃત્યુ નોંધાયા છે.

કોરોનાની ચોથી લહેરનો ખતરો

કોરોનાની ચોથી લહેરનો ખતરો

દેશમાં કોરોનાના ત્રણ ભયંકર લહેર જોવા મળ્યા છે. હવે લોકો કોરોનાની ચોથી લહેરથી ડરી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓફ નોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત ડો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તમામ દેશોએ કોરોનાના નવા પ્રકારો જોયા છે, પરંતુ કોરોનાની ચોથી લહેરની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે.

અન્ય દેશોમાં 80 ટકા વસ્તીને પણ રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, કોરોનાની ચોથી લહેર વધુ ખતરનાક નહીં હોય પરંતુ આપણે કોરાના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.

English summary
Covid Update : Corona transition reduced, 5,476 new cases reported in last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X