For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

COVID19 : 9 દિવસમાં 11 નવા વેરિએન્ટ નોંધાયા, કોરોના સંક્રમણથી વધી ચિંતા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,945 થઈ ગઈ છે. ભારતમાં કોરોના BF 7 નું એક નવું વેરિએન્ટ ઉભરી આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

COVID19 : સમગ્ર દુનિયા સહિત ભારતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં કોરોના વાયરસના 11 વેરિએન્ટ જોવા મળ્યા છે.

Coronavirus

સુત્રોએ જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 19,227 પ્રવાસીઓના કોરોના રિપોર્ટની તપાસ કરવામાંઆવી હતી. જેમાંથી 124 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

જીનોમ સિક્વન્સિંગમાં નવા વેરિએન્ટ જાહેર થયા

જીનોમ સિક્વન્સિંગમાં નવા વેરિએન્ટ જાહેર થયા

કોવિડ પોઝિટિવ મળી આવેલા તમામ મુસાફરોને હાલમાં અલગ રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 124 પોઝિટિવસેમ્પલમાંથી 40ના જીનોમ સિક્વન્સિંગના પરિણામો મળ્યા હતા.તેમાંથી XBB મહત્તમ એટલે કે 14 નમૂનાઓમાં જોવા મળ્યું હતું.

આઉપરાંત ઘણા સેમ્પલમાં XBB.1 મળી આવ્યો છે. એક જ નમૂનામાં BF 7.4.1 ની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએનાગરિકોને બિનજરૂરી રીતે ગભરાવાની નહીં, પરંતુ સતર્ક રહેવા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાવિનંતી કરી છે.

24 કલાકમાં નોંધાયા 188 નવા કેસ

24 કલાકમાં નોંધાયા 188 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,945 થઈ ગઈ છે. ભારતમાં કોરોનાBF 7 નું એક નવું વેરિએન્ટ ઉભરી આવ્યું છે, જે WHO મુજબ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો પ્રકાર છે.

4 મુસાફરોમાં સૌથી ઝડપથી ફેલાતું વેરિએન્ટ જોવા મળ્યો

4 મુસાફરોમાં સૌથી ઝડપથી ફેલાતું વેરિએન્ટ જોવા મળ્યો

ભારતમાં કોરોના વાયરસના ખતરનાક પ્રકાર ઓમિક્રોન BF-7ના ચાર નવા કેસ મળી આવ્યા છે. જે બાદ આરોગ્ય વિભાગમાં બિહામણુંજેવો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ કેસ પશ્ચિમ બંગાળમાંથી મળી આવ્યા છે, આ ચારેય અમેરિકાથી પરતફર્યા હતા. જીનોમ સિક્વન્સિંગમાં આ ચારમાં ઓમિક્રોન BF-7ની પુષ્ટિ થઈ હોવાથી, તેમના પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.

કોવિડનું XBB.1.5 વેરિએન્ટ એક નવી સમસ્યા બની રહ્યું છે

કોવિડનું XBB.1.5 વેરિએન્ટ એક નવી સમસ્યા બની રહ્યું છે

ભારતમાં ઓમિક્રોનના કુલ 63 ટકા કેસ છે અને હવે કોવિડનું XBB.1.5 વેરિએન્ટ નવી સમસ્યા બની રહ્યું છે. આ XBB નું પેટા-ચલ છે જે BA.2.75 અને BA.2.10.1 નું બનેલું છે. એટલે કે, તે રિકોમ્બિનન્ટ વેરિએન્ટ છે. XBB વેરિએન્ટ ભારતમાં 6 મહિનાથી છે.

એટલા માટે તેનું નવું સ્વરૂપ ભારતમાં ઘણું નુકસાન કરે તેવી શક્યતા ઓછી છે. વરિષ્ઠ ચિકિત્સક ડૉ.એમ વાલીના જણાવ્યા અનુસાર, ભારતમાં લોકોએ ડરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર છે.

જોકે, આ વખતે સરકાર કોરોનાને લઈને કોઈ જોખમ લેવાના મૂડમાં નથી. તેથી જ દેશભરમાં ઓક્સિજન સહિત પલ્સ ઓક્સિમીટરની ગણતરી થઈ રહી છે. નિકાસ પર નજર રાખવામાં આવી રહી છે.

સરકારે ગેજેટ નોટિફિકેશન જાહેર કરીને માર્ચ 2023 સુધી ઓક્સિમીટર, બ્લડ પ્રેશર માપવાના મશીન, નેબ્યુલાઈઝર, ડિજિટલ થર્મોમીટર અને ગ્લુકોમીટરના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.

English summary
COVID19 : 11 new variants reported in 9 days, increased concern over corona infection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X