For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

42000ને પાર પહોંચી કોરોના દર્દીઓની સંખ્યા, 24 કલાકમાં 2553 નવા કેસ

છેલ્લા માત્ર 24 કલાકમાં કોરોના વાયરસ 72 લોકોનો જીવ લઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં એક મહિનાથી પણ વધુ સમયથી લાગુ લૉકડાઉન છતાં કોરોના વાયરસનો કહેર શમતો દેખાતો નથી. સોમવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન જ કોરોના વાયરસના 2553 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ બાદ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 42,533 થઈ ગઈ છે. વળી, છેલ્લા માત્ર 24 કલાકમાં કોરોના વાયરસ 72 લોકોનો જીવ લઈ ચૂક્યુ છે.

કોરોના વાયરસથી સંક્રમિત 11707 દર્દી સ્વસ્થ થયા

કોરોના વાયરસથી સંક્રમિત 11707 દર્દી સ્વસ્થ થયા

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 1373 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે રાહતની વાત એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત 11707 દર્દીિ અત્યાર સુધી રિકવર પણ થયા છે. આ આંકડાઓ અનુસાર દેશમાં હવે કોરોના વાયરસના એક્ટિવ કેસ 29453 છે. તમને જણાવી દઈએ કે કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને જોતા દેશમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે જે 4 મેથી 17 મે સુધી માટે રહેશે.

લૉકડાઉન 3 માટે જારી થઈ ગાઈડલાઈન્સ

લૉકડાઉન 3 માટે જારી થઈ ગાઈડલાઈન્સ

જો કે ગૃહમંત્રાલય તરફથી જારી નવી ગાઈડલાઈન્સમાં આ વખતે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા વિસ્તારોને ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં એ વિસ્તારો શામેલ છે જેમાં વર્તમાન તારીખ સુધી કોવિડ-19નો એક પણ કન્ફર્મ કેસ નથી અથવા છેેલ્લા 21 દિવસોમાં એક પણ આવો કેસ આવ્યો નથી. નવી ગાઈડલાન્સ મુજબ દેશના સૌથી વધુ સંક્રમિત વિસ્તારોને (રેડ અને ઓરેન્જ) કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. એટલે કે આ વિસ્તારો એવા છે જ્યાં ઈન્ફેક્શન ઝડપથી ફેલાવાનો ખતરો છે. આવા વિસ્તારોમાં લોકોની બિનજરૂરી અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. માત્ર મેડીકલ અને જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રહેશે.

શું રહેશે બંધ

શું રહેશે બંધ

નવી ગાઈડલાન્સ મુજબ કોઈ પણ ઝોનમાં આ ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે. ટ્રેન, વિમાન, મેટ્રો, રાજ્યસ્તરીય બસ, એક રાજ્યથી બીજા રાજ્ય જવાની મંજરી નહિ હોય, સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રેનિંગ સેન્ટર, કોચિંગ, હૉસ્પિટાલિટી સેવા, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હૉલ, મૉલ, જિમ, સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ, રાજનીતિક, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ભેગા થવા પર પ્રતિબંધ, ધાર્મિક સ્થળ, અમુક મહત્વના લોકોને રેલ, વિમાન, માર્ગ યાત્રા કરવાની અનુમતિ ગૃહ મંત્રાલયે આપી છે.

આ પણ વાંચોઃ રોજ શૂટિંગ પહેલા શિવમંદિર જળ ચડાવવા જતા હતા ઈરફાન ખાન, ડ્રાઈવરે જણાવ્યુ સત્યઆ પણ વાંચોઃ રોજ શૂટિંગ પહેલા શિવમંદિર જળ ચડાવવા જતા હતા ઈરફાન ખાન, ડ્રાઈવરે જણાવ્યુ સત્ય

English summary
COVID19 Cases In India Rises To 42533, New 2553 Patients Reported In Last 24 Hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X