For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી દેશની સ્થિતિ નિયંત્રણમાં, હવે નહિ થાય રેપિડ ટેસ્ટઃ સૂત્ર

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અંગે આજે આરોગ્ય મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રીમંડળના સમૂહ(GoM)ની બેઠક પણ થઈ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અંગે આજે આરોગ્ય મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રીમંડળના સમૂહ(GoM)ની બેઠક પણ થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બેઠકમાં બધી મંત્રીઓએ દેશમાં કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી. આ સાથે જ રેપિડ ટેસ્ટ કિટની તપાસ વિશે પણ નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન અને રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે સહિત ઘણા અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા.

gom

સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રના હવાલાથી માહિતી આપવામાં આવી કે 'આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ છે કે હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને સરકાર દ્વારા ઉઠાવેલા પગલાંને સકારાત્મક અસર દેખાઈ રહી છે. એટલા માટે રેપિડ ટેસ્ટ કિટથી તપાસને હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે.' બેઠકમાં કોરોના સામે જંગ માટે કરવામાં આવેલી તૈયારીઓ પર પણ વાતચીત કરવામાં આવી છે. એક અન્ય ટ્વિટમાં સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રના હવાલાથી માહિતી આપવામાં આવી કે 'સરકારનુ કહેવુ છે કે અત્યારે આપણી પાસે 15 લાખથી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. સાથે ઘણી ભારતીય કંપનીઓ પણ ટેસ્ટ કિટ તૈયાર કરવામાં લાગેલી છે. આ ઉપરાંત કોરોના સામે લડાઈમાં દેશભરમાં જિલ્લા સ્તરે સવા લાખથી વધુ વોલન્ટીયર તૈયાર કરવામાં આવ્યા છે.'

દેશમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1429 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 24,506 થઈ ગઈ છે. આમાં 18,668 સક્રિય કેસ છે, 5063 લોકો રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત છે અને કુલ 775 મોત થયા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનઃ શું હેર સલુન અને બ્યુટી પાર્લર ખુલશે? જાણો નવો આદેશઆ પણ વાંચોઃ લૉકડાઉનઃ શું હેર સલુન અને બ્યુટી પાર્લર ખુલશે? જાણો નવો આદેશ

English summary
covid19 situation in country is under control rapid test kits use postponed sources on gom meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X