For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિન (CoWin) ઍપ : કોરોના વૅક્સિન માટે ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?

કોવિડ=19ને લઇને ભારત સરકારનું મોટું રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાન અંતગર્ત સરકારની યોજના 30 કરોડથી વધુ વ્યક્તિઓને કોવિડ-19 વૅક્સિન આપવાની છે.

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કોરોના વૅક્સિન

કોવિડ=19ને લઇને ભારત સરકારનું મોટું રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાન અંતગર્ત સરકારની યોજના 30 કરોડથી વધુ વ્યક્તિઓને કોવિડ-19 વૅક્સિન આપવાની છે.

પ્રથમ ચરણમાં આશરે 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને વૅક્સિન આપવામાં આવશે. બીજા ચરણમાં કોરોના વાઇરસથી સંક્રમિત થવાનું જોખમ છે તે લોકોને અને 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 27 કરોડ લોકોને વૅક્સિન આપવામાં આવશે.

આ કાર્યક્રમ માટે ખાસ કોવિન ઍપ બનાવવામાં આવી છે.

કોવિન (CoWin) ઍપ શું છે?

https://twitter.com/drharshvardhan/status/1349745888378327040

ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવિન ઍપનો મુખ્ય હેતુ કોરોના વાઇરસ રસીકરણ કાર્યક્રમની દેખરેખમાં સંસ્થાઓની મદદ કરવાનો છે. સાથે જ તેના દ્વારા વૅક્સિન માટે લોકો પોતાની અરજી કરી શકે છે.

મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું કે કોવિન (CoWin) એ કોવિડ-19 રસીકરણ કાર્યક્રમને પૂર્ણ કરવા માટેનું ડિજિટલ પ્લૅટફૉર્મ છે. આ મોબાઇલ ઍપ્લિકેશન રસીકરણ સંબંધિત આંકડાનો રૅકર્ડ પણ રાખશે. આ ઉપરાંત બધા રાજ્યો અને સંઘ પ્રદેશના આરોગ્ય કર્મચારીઓનો ડેટાબેઝ પણ તૈયાર કરશે.

જોકે આ ઍપના નામ લઈને ગૂંચવણની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. અધિકૃત વેબસાઇટ પર કોવિન (CoWin)નું સંપૂર્ણ નામ લખવામાં આવ્યું છે જ્યારે ભારતીય મીડિયામાં તેને કોવિડ વૅક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક પણ કહેવામાં આવે છે.


કોવિન ઍપ ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?

https://twitter.com/drharshvardhan/status/1349745909215551495

અત્યારે કોવિન (CoWin) ઍપ કોઈ ઍપ સ્ટોર પર ઉપલ્બધ નથી. જોકે તેના ઘણા નકલી વિકલ્પ હાજર છે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને લોકોને આ બાબતની જાણકારી પણ આપી હતી.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે અમુક અસામાજિક તત્વોએ કોવિન ઍપની નક્લ કરી છે, એવા સંજોગોમાં ન તો ઍપ ડાઉનલોડ કરો અને ન શૅર કરો. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવિન (CoWin) ઍપની લૉન્ચની માહિતી લોકોને યોગ્ય સમયે આપવામાં આવશે.

જ્યારે સરકાર તરફથી તેની સત્તાવાર જહેરાત કરવામાં આવશે ત્યારે તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરથી તેને ડાઉનલોડ કરી શકો છો.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ ઍપને ડાઉનલોડ કરવા માટેની લિંક આખા દેશમાં સર્ક્યુલેટ કરશે.


કોવિન ઍપ કઈ રીતે કામ કરશે?

https://www.youtube.com/watch?v=gdNcG9Qy5G8&t=2s

આ કોરોના વાઇરસ રસીકરણ અભિયાનની યોજના, સંચાલન અને દેખરેખ માટે એક ક્લાઉડ પ્લૅટફૉર્મ છે. તેની મદદથી વૅક્સિન લેનાર વ્યક્તિઓને રીયલ ટાઇમ ટ્રેક કરી શકાશે. આ ઍપમાં ઘણાં મૉડ્યુલ હશે જેન મદદથી સ્થાનિક અધિકારીઓ મોટી સંખ્યામાં આંકડા અપલૉડ કરી શકશે.

વૅક્સિન લેવા માટે અરજી કરનાર લોકો વચ્ચે સેશનનું આયોજન કરવામાં આવશે, તેમના રસીકરણની માહિતી રાખવામાં આવશે. જે વ્યક્તિઓને વૅક્સિન આપવાની હશે તેમને એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત વૅકિસન લેનાર વ્યક્તિને ક્યુઆર કોડ આધારિત સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.


વૅક્સિન કઈ રીતે મળશે? ક્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે?

કોરોના વૅક્સિન

રસીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે એક મોબાઇલ ઍપ્લિકેશન બનાવી છે, જેને કોવિન ( CoWin) નામ આપવામાં આવ્યું છે. જોકે આ ઍપ અત્યારે પ્રી પ્રૉડક્ટ ફેઝમાં છે અને એટલા માટે સાધારણ લોકો તેના થકી રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે.

જ્યારે આ ઍપ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે ત્યારે રજિસ્ટ્રેશન કરાવવા માટે ત્રણ વિકલ્પ હાજર હશે - જાતે રજિસ્ટ્રેશન (સેલ્ફ રજિસ્ટ્રેશન), એક વ્યકિતનું રજિસ્ટ્રેશન (વ્યક્તિગત રજિસ્ટ્રેશન) અને ઘણા લોકોનું રજિસ્ટ્રેશન (બલ્ક રજિસ્ટ્રેશન). જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી કે આ ત્રણેય રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવામાં આવશે.


કોવિન ઍપમાં કોઈ પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે?

કોરોના વૅક્સિન

અત્યારે સામાન્ય લોકો આ ઍપ પર રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી કારણકે કે આ હજુ સધી માત્ર અધિકારીઓ પૂરતી જ છે. તેના થકી સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ કરવામાં આવશે. આ બાદ ઍપ સામાન્ય લોકો માટે ઉપલ્બધ થશે અને ત્યારે લોકો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

કોવિન ઍપમાં રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજોની જરૂરિયાત રહેશે?

રજિસ્ટ્રેશન માટે એક ફોટો ઓળખકાર્ડની જરૂર હશે. સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ઈ-કેવાયસી ફૉર્મ ભરવું પડશે જેમાં આ 12 ફોટો ઓળખકાર્ડ સાથે રજિસ્ટ્રેશન શક્ય હશે. જેમાં વોટર આઈકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેન્ક પાસબુક અથવા પૉસ્ટ ઑફિસ પાસબુક, પાસપોર્ટ, પેન્શન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજ સામેલ છે.

કોવિન ઍપમાં રજિસ્ટ્રેશન થયા બાદ આગળ શું થશે?

રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા રજિસ્ટ્રેશન થવાની સૂચના મળી જશે. તે ઉપરાંત કોવિડ-19 વૅક્સિન આપવાની જગ્યા, તારીખ અને સમય વિશે માહિતી મળશે.

કોવિન ઍપમાં સેલ્ફ રજિસ્ટ્રેશન કઈ રીતે થશે?

પ્રથમ ચરણ પૂર્ણ થયા બાદ જ કોવિન ઍપ પર સેલ્ફ રજિસ્ટ્રેશનનો વિકલ્પ મળશે. વૅક્સિન લેવા માગતી વ્યક્તિ 12 ફોટો ઓળખકાર્ડથી કોઈ એકનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ દરમિયાન ત્રણ રીતે લોકોની ઓળખ કરવામાં આવશે - બાયોમેટ્રિક, ઓટીપી આધારિત અને જન્મદિવસના આધારે ઓળખ.


કોવિન ઍપના પાંચ મૉડ્યુલ કયા છે અને તેમનો ઉપયોગ કઈ વસ્તુ માટે થશે?

કોરોના વૅક્સિન

કોવિન (CoWin) ઍપમાં પાંચ મૉડ્યૂલ છે - ઍડમિનિસ્ટ્રેટર મૉડ્યુલ, રજિસ્ટ્રેશન મૉડ્યુલ, રસીકરણ મૉડ્યુલ, લાભાર્થી ઍકનૉલેજમેન્ટ મૉડ્યુલ અને રિપોર્ટ મૉડ્યુલ. ઍડમિનિસ્ટ્રેટર મૉડ્યુલ એ લોકો માટે છે જે રસીકરણ સત્ર સાથે સંકળાયેલા હશે.

રજિસ્ટ્રેશન મૉડ્યુલથી જે લોકો રજિસ્ટ્રેશન કરાવશે તેની માહિતી ઍડમિનિસ્ટરને મળશે, જે બાદ તેઓ સત્રનું આયોજન કરશે અને રસી લેનાર વ્યક્તિને જરૂરી માહીતી અને ઍૅલર્ટ મળશે.

રસીકરણ મૉડ્યુલમાં કોવિન (CoWin) ઍપ લાભાર્થીઓની વિગતોની તપાસ કરશે અને તેમના રસીકરણની પ્રક્રિયાને અપડેટ કરશે. તે બાદ લાભાર્થીને રજિસ્ટ્રેશનની માહિતી મળશે અને રસી મુકાવ્યા બાદ તેમને ક્યૂઆર આધારિત પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

રિપોર્ટ મૉડ્યુલમાં કેટલાં વૅક્સિનેશન સત્ર થયાં છે, કેટલાં લોકોએ સત્રમાં ભાગ લીધો છે, કેટલાં ડ્રોપઆઉટ થયાં, કેટલાને વૅકિસન આપવામાં આવી, એ બધી માહિતી હશે.


કોવિન ઍપના ઉપયોગથી પ્રાઇવસીને લઈને શું ચિંતાઓ છે?

કોરોના વૅક્સિન

કોવિન (CoWin) ઍપ અત્યારે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી, પરંતુ તેના ઉપયોગ પર પ્રાઇવસીને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. સરકાર સમક્ષ તેના વપરાશકારો અને તેમના ડેટાને ગુપ્ત રાખવાનો પડકાર છે અને આ મુદ્દે લોકોનો વિશ્વાસ મેળવવાનો પણ સરકાર સમક્ષ એક પડકાર છે. અગાઉ આરોગ્ય સેતુ ઍપમાં નિષ્ણાતોએ ખામીઓ કાઢી હતી.

વાસ્તવમાં તો સરકાર આ ઍપ દ્વારા જે પ્રકારની માહિતી ભેગી કરી રહી છે, તેમાં આરોગ્ય સાથે સંકળાયેલી સંવેદનશીલ માહિતી છે. એવામાં તેમના પ્રાઇવસીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે અને ઉઠતાં રહેશે. ખાનગી માહિતી સાથે સંકળાયેલા આંકડાઓની પ્રાઇવસીને લઈને સ્પષ્ટ કાયદાના અભાવના કારણે આ ચિંતા થવાની છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=gdNcG9Qy5G8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
CoWin App: How to Download and Register for Corona Vaccine?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X