જે પક્ષને મુન્નીથી પણ વધુ બદનામ કીધો હતો, એ જ પક્ષમાં જોડાયા સિદ્ધુ

Written By:
Subscribe to Oneindia News

ભાજપથી અલગ થઇને પોતાની પાર્ટી બનાવનાર પૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ રવિવારે સત્તવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા છે. લાંબા સમયથી આ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીમાં જોડાતા પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે પાર્ટીમાં જોડાવાની ઔપચારિક વિધિઓ પૂર્ણ કરી હતી. તો બીજી બાજુ તેમના પત્ની નવજોત કૌર પહેલા જ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઇ ચૂક્યાં છે.

navjot singh siddhu

અમૃતસર ઇસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે

એક અનુમાન અનુસાર સિદ્ધુ કોંગ્રેસની ટિકિટ પર અમૃતસર ઇસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. હાલ આ સીટના ધારાસભ્ય તેમના પત્ની નવજોત કૌર છે. નવજોત કૌર ગત વર્ષે નવેમ્બરમાં જ આ કોંગ્રેસ સાથે જોડાયા હતા. નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે સત્તવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ રાહુલ ગાંધીએ પોતાના નિવાસ સ્થાન ખાતે રાખેલી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. સામે સિદ્ધુએ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ખૂબ વખાણ કર્યા હતા. સિદ્ધુએ કહ્યું હતું કે, આ ફ્રન્ટ ફુટ પર નવી ઇનિંગની શરૂઆત છે. પંજાબ, પંજાબિયત અને દરેક પંજાબીએ જીતવાનું જ છે

કોંગ્રેસ પાર્ટીને મુન્નીથી પણ વધુ બદનામ કીધી હતી

ઉલ્લેખનીય છે કે, સિદ્ધુ આજે જે પાર્ટી અને રાહુલ ગાંધીના મન ખોલીને વખાણ કર્યા છે, એ જ પાર્ટીને થોડા સમય પહેલા જ તેમણે મુન્નીથી પણ વધુ બદનામ કીધી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પોતાના જે યુવરાજ રાહુલ ગાંધીના દમ પર સત્તામાં આવવાના પ્રયત્નો કરી રહે છે, એને પહેલા સાચી તાલીમ આપવાની જરૂર છે. તેમણે તે સમયે રાહુલ ગાંધઈને ફરી સ્કૂલ જવાની સલાહ આપી હતી.

ભાજપમાં થતી હતી અવગણના

નોંધનીય છે કે, વર્ષ 2004 થી વર્ષ 2014 સુધી અમૃતસર લોકસભા સીટના સાંસદ રહેલા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્નીએ ગત વર્ષે પાર્ટી સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું. સિદ્ધુનો આરોપ હતો કે તેમની સતત અવગણના કરવામાં આવતી હતી. આથી નિરાશ અને દુઃખી થઇને તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હતો.

English summary
Cricketer turned politician Navjot Singh Sidhu has joined the Congress. He took the decision during a meeting with Congress vice president Rahul Gandhi which was held a short while ago.
Please Wait while comments are loading...