બે યુવતીના પ્રેમમાં પાગલ યુવકે પત્નીની જ કરી નાંખી હત્યા, મર્ડરનું પ્લાનિંગ જોઈને તો પોલીસ પણ ચોંકી ઉઠી
Crime News: દેશમાં અને રાજ્યમાં હત્યાના અનેક બનાવ સામે આવતા હોય છે અને આ હત્યાના બનાવ પાછળ અનેક કારણો પણ સામે આવતા હોય છે. ઘણી વખત માલ-મિલક્ત અંગે હત્યા થતી હોય છે તો ઘણી વખત પ્રેમ પ્રકરણમાં પણ હત્યા થતી હોય છે.
ત્યારે ઓડિશાથી એવી જ એક હત્યા સામે આવી છે કે, જ્યારે પોલીસને સમગ્ર હત્યા અંગે જાણ થઈ અને તપાસ દરમિયાન હત્યા કેવી રીતે કરવામાં આવી તેનું પ્લાનિંગ અંગે ખબર પડી ત્યાર તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.
સમગ્ર બનાવ ઓડિશાના ભુવનેશ્વરનો છે. ભુવનેશ્વરમાં થયેલી હત્યાં અંગે હવે ખુલાસો થયો છે.
સમગ્ર હત્યાકાંડ અંગે મળતી માહિતી અનુસાર, 28 ઓક્ટોબરના રોજ ભુવનેશ્વરમાં રહેતા પ્રદ્યુમનકુમાર નામનો યુવક તેની પત્ની સુભશ્રીને લઈને ભુવનેશ્વરમાં આવેલી કેપિટલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
હોસ્પિટલમાં જઈને પ્રદ્યુમનકુમારે ડૉક્ટરને જણાવ્યુ હતુ કે, તેની પત્નીએ આત્યમહત્યાની કોશિષ કરી છે.

પત્નીને હોસ્પિટલન લઈને પહોંચેલા પ્રદ્યુમનકુમારને ડૉક્ટરે સુભશ્રીને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે 28 ઓક્ટબરના રોજ સુભશ્રીની આત્મહત્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સુભશ્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો અને તપાસનો દૌર આગળ વધાર્યો હતો.
પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે, જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પોલીસ પાસે આવ્યો ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી.
પોસ્ટમોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સુભશ્રીના હાથ અને ગળામાં કાળા નિશાન જોવા મળી રહ્યા છે અને તેનું મૃત્યુ એનેસ્થીસિયાના ઓવર ડોઝને કારણે થયુ છે.
હકિક્ત જાણતાંની સાથે જ પોલીસે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનું નિવેદન લીધુ હતુ. ડૉક્ટરનું નિવેદન લીધા બાદ પોલીસે સૌ પ્રથમ સુભશ્રીના પતિ એટલે પ્રદ્યુમનકુમારની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસની કડકાઈ ભરી પૂછપરછ દરમિયાન પ્રદ્યુમનકુમાર ભાંગી પડ્યો હતો અને સમગ્ર બનાવની હકિક્ત પોલીસને જણાવી હતી અને પોતેએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સમગ્ર બનાવ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતુ કે, પ્રદ્યુમનકુમારને કેટલીક યુવતીઓ સાથે સબંધ હતા. આ અંગેની તેની પત્ની સુભશ્રીને જાણ થતા જ તે તેના રિસાઈને પિયર જતી રહી હતી.
28 ઓક્ટોબરના રોજ પ્રદ્યુમનકુમાર તેની પત્નીને પિયરથી મનાઈ તેના ઘરે લાવ્યો હતો. પ્રદ્યુમનકુમારે તેની બંને પ્રેમિકા રોઝી પાત્રા અને એજિટા ભુઈયાં મેડિકલની દુકાનમાં કામ કરતી હોવાથી બંને સાથે બનાવેલી યોજના મુજબ, બંને પ્રેમિકાઓએ એનેસ્થીસિયાનું ઈજેક્શન ઘરે લાવીને રાખ્યુ હતુ.
પ્રદ્યુમનકુમાર જેવી જ સુભશ્રીને ઘરે લાવ્યો ત્યારે ચાન્સ જોઈને રોઝી અને ઈજિટાએ જબરજસ્તીથી એનેસ્થીસિયાનું ઈન્જેક્શન સુભશ્રીના હાથ અને કમરમાં બે વખત મારી દીધુ હતુ.
આ બાદ એનેસ્થીસિયાના ઓવરડૉઝને કારણે સુભશ્રીનું મોત થયુ હતુ. આ બાદ પ્રદ્યુમનકુમાર તેની પત્નીનો મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો અને હત્યાને આત્મહત્યામાં ખપવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, પોલીસને સમગ્ર બનાવની જાણ થતા જ પ્રદ્યુમનકુમાર અને તેની બંને પ્રેમિકાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
