For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હિંદુ આતંકી'વાળા નિવેદન પર કમલ હાસન સામે પટિયાલા હાઉસ કોર્ટમાં ફરિયાદ

નાથુરામ ગોડસેને દેશનો પહેલો હિંદુ આતંકી કહેવા પર પટિયાલા હાઉસ કોર્ટમાં કમલ હાસનની સામે ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મક્કલ નિધિ માઈમ (એમએનએમ) ના નેતા કમલ હાસનની એક ચૂંટણી સભામાં મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને દેશનો પહેલો હિંદુ આતંકી કહેવા પર પટિયાલા હાઉસ કોર્ટમાં તેમની સામે ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કમલ હાસને આ નિવેદન તમિલનાડુમાં 12 મેના રોજ આપ્યુ હતુ.

kamal haasan

તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન કમલ હાસને કહ્યુ હતુ કે આઝાદ ભારતનો પહેલો આતંકી હિંદુ હતો. તેનુ નામ નાથુરામ ગોડસે હતુ. હાસને કહ્યુ, 'હું આવુ એટલા માટે નથી કહી રહ્યો કારણકે હું મુસ્લિમોના એરિયામાં સભા કરી રહ્યો છુ અને મારી સામે ગાંધીની પ્રતિમા છે. મને લાગે છે કે દેશનો પહેલો આતંકી ગોડસે હતો.' આ નિવેદન પર જોરદાર હોબાળો થયો.

તમિલનાડુ સરકારના મંત્રી કે ટી રાજેન્દ્ર બાલાજીએ આના પર વાંધો વ્યક્ત કર્યો અને કહ્યુ કે આ વાત કહેવા માટે હાસનની જીભ કાપી લેવી જોઈએ. તેમણે કહ્યુ કે હિંદુ આતંકવાદ વિશે કમલ હાસને જે કહ્યુ તેના માટે તેમની જીભ કાપી લેવી જોઈએ. કોઈ એક વ્યક્તિએ કરેલા ખોટા કામ માટે આખા સમાજને આ રીતના સવાલોમાં ઘેરી ન શકાય. કમલ હાસને લઘુમતીઓના મત લેવા માટે આ રીતનું નિવેદન આપ્યુ છે. ચૂંટણી પંચે તેમની સામે એક્શન લેવી જોઈએ અને તેમની પાર્ટી પર પણ પ્રતિબંધન મૂકવો જોઈએ.

ભાજપે પણ કમલ હાસનના નિવેદન પર વાંધો ઉઠાવ્યો. તમિલનાડુના ભાજપ અધ્યક્ષ તમિલસાંઈ સૌંદરરાજને ટ્વીટ કરીને કહ્યુ કે ગાંધીની હત્યા અને હિંદુ આતંકવાદનો મામલો ઉઠાવવો નિંદનીય છે. તમિલનાડુની પેટા ચૂંટણીમાં લઘુમતીઓના મત મેળવવા માટે હાસન આ બધી વાતો કરી રહ્યા છે. ભાજપે ચૂંટણી પંચમાં પણ કમલ હાસનના નિવેદનની ફરિયાદ કરી છે. ભાજપનું કહેવુ છે કે કમલ હાસને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે.

આ પણ વાંચોઃ પ્રિયંકાની 'સારી અસર' ઘટાડવા માટે હાથપગ મારી રહ્યુ છે ભાજપઆ પણ વાંચોઃ પ્રિયંકાની 'સારી અસર' ઘટાડવા માટે હાથપગ મારી રહ્યુ છે ભાજપ

English summary
criminal complaint filed against kamal haasan in patiala house court delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X