સરકારની આલોચના કોઈ પર વ્યક્તિગત આરોપ નહીં-મલ્લિકાર્જૂન ખડગે
અહીં ખડગેએ પત્રમાં જણાવ્યુ છે કે, સરકારના નિર્ણયો અને તેના પરિણામોની ટીકાને ગૃહના કોઈ એક સભ્ય સામેના આરોપ તરીકે ગણી શકાય નહીં.
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભા ઉપ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જૂન ખડગેએ પત્ર લખીને સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે અધ્યક્ષ જગદીપ ધનખડને પત્રમાં લખ્યું કે, સરકારની નીતિઓ અને નિર્ણયોની ટીકાને સદસ્ય પર લગાવેલા આરોપ તરીકે જોઈ શકાય નહીં.

અહીં ખડગેએ પત્રમાં જણાવ્યુ છે કે, સરકારના નિર્ણયો અને તેના પરિણામોની ટીકાને ગૃહના કોઈ એક સભ્ય સામેના આરોપ તરીકે ગણી શકાય નહીં. ખડગેનું આ નિવેદન સંસંદમાં પીએમ મોદીનીના ભાષણ બાદ આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવમાં લગાવેલા આરોપોનો મલ્લિકાર્જૂન ખડગેએ જવાબ આપ્યો હતો.
અહીં એક વાત નોંધપાત્ર છે કે, સંઘવાદના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું હતું કે, તેમની સરકાર કોઈપણ નિર્ણય રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને લે છે. સહકારી સંઘવાદનો સંદેશ આપતા પ્રાદેશિક આકાંક્ષાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદી પર તાનાશાહી વલણ અપનાવવાનો આરોપ લગાવી રહી છે. રાજ્યોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને હેરાન કરે છે.












Click it and Unblock the Notifications
