For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPA પર સંકટના વાદળો ઘેરાણા,વડાપ્રધાને બોલાવી કોંગ્રેસ કોર કમિટીની બેઠક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan sonia
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: ડીઝલના ભાવ વધારા, રાંઘણ ગેસ, અને એફડીઆઇ મુદ્દે લેવામાં આવેલા નિર્ણયો વિરૂદ્ધ કડક વલણ દાખવતાં તૃણમૂલ કોંગ્રેસે યૂપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચતા સરકાર સમક્ષ મુશ્કેલ પરિસ્થિતીઓ ઉભી થઇ છે.

તો બીજી તરફ અન્ય સહયોગીઓ ડીએમકે, એનસીપી પણ સરકારના આ નિર્ણયના વિરૂદ્ધ જોવા મળે છે. જેના કારણે સંભવિત છે કે સરકાર આ દબાણના કારણે તેમની સમક્ષ ઝૂકી જશે. ડીએમકેના અધ્યક્ષ એમ કરૂણાનિધિએ પણ કહ્યું છે કે તે 20 સપ્ટેમ્બરે ભારત બંધમાં સામેલ થશે.

આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે બુધવારે સવારે કોંગ્રેસ કોર કમીટીની બેઠક યોજવામાં આવશે. જેમાં આગળની રણનિતિની નક્કી કરવામાં આવશે. એક તરફ યૂપીએ સરકાર મુશ્કેલીમાં છે તો બીજી તરફ તૃણમૂલ બાદ સમાજવાદી પાર્ટીએ પણ કહ્યું છે કે અંતિમ નિર્ણય 20 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા બંધ પછી લેવામાં આવશે.

મમતા બેનર્જીએ મંગળવારે જાહેરાત કરી હતી કે શુક્રવારે તેમના મંત્રીઓ વડાપ્રધાન મનમોહન સિંહને રાજીનામું આપશે તેમજ તેમની પાર્ટી યૂપીએને આપેલો ટેકો પાછો ખેંચશે. જો કે મમતા બેનર્જીએ કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ તેમની મુખ્ય સહયોગી પક્ષ છે અને અંતિમ નિર્ણય સુધી સહયોગી બની રહેશે.

મમતા બેનર્જીએ કલકત્તામાં પાર્ટીના સાંસદો અને મંત્રીઓની બેઠકમાં યૂપીએ સરકારને આપેલો ટેકો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. અને તેમણે કેન્દ્ર સરકાર આરોપો લગાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું આ સરકારે ઘણી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યાં છે. વારંવાર આમ ન કરવા માટે અમે અનુરોધ કર્યો હતો તેમછતાં અમારી એકપણ સાંભળવામાં આવી ન હતી. સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતા પરેશાન છે.

કોંગેસ મહાસચિવ જર્નાદન દ્રિવેદીએ નવી દિલ્હીમાં સંવાદદાતાને કહ્યું હતું કે જ્યાં સુધી કોઇ અંતિમ લેવામાં નથી આવતો ત્યાં સુધી અમે તૃણમૂલ કોંગ્રેસને અમારો મૂલ્યવાન સહયોગી પક્ષ માનતા રહીશું. જો આજે કોંગ્રેસ કોર કમિટીની બેઠક બાદ નક્કી કરવામાં આવશે કે યૂપીએ સરકાર આ વિકટ પરિસ્થિતીઓમાં શું રણનીતિ બનાવશે.

તેમણે કહ્યું હતું કે તૃણમૂલ પ્રમુખ મમતા બેનર્જીએ કેટલાક મુદ્દા રજૂ કર્યા છે જે મુદ્દે સરકાર સાથે ચર્ચા-વિચારણા કરશે. દ્રિવેદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ મુદ્દાઓ પર સરકાર સાથે સાચે જ વાતચીત કરશે.

તો બીજી તરફ સપાએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકારની પદ્ધતિ ઠીક નથી અને પાર્ટી આગળનો નિર્ણય 20 સપ્ટેમ્બર પછી લેશે. સપાના મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યું હતું કે સરકાર જે રીતે કામ કરી રહી છે તે બરોબર નથી. માટે મમતા બેનર્જીએ ટેકો પાછો ખેંચ્યો છે.

યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ એ રીતે કામ કરી રહી છે કે જાણે તેને બે તૃતિયાંશ બહુમત મળ્યાં છે. તેમણે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી પોતાનો નિર્ણય 20 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવેલા દેશવ્યાપી બંધ પછી પાર્ટી સંસદીય બોર્ડની બેઠકમાં પોતાનો નિર્ણય કરશે.

English summary
A crucial Congress core group meeting began at the residence of Prime Minister Manmohan Singh here on Wednesday morning after the second-largest ally in the UPA government, the Trinamool Congress (TMC), decided to pull out of the coalition on Tuesday evening over decisions like price rise in diesel and LPG and allowing FDI in multi-brand retail and other key sectors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X