નીતિશે બોલાવી કેબિનેટની બેઠક, ભાજપા મંત્રીઓ નહીં જોડાય
પટના, 16 જૂન : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે બપોરે 11.00 વાગ્યે કેબિનેટની તાત્કાલિક બેઠક બોલાવી છે, જે ચાલુ પણ થઇ ગઇ છે. ઉલ્લેખનીય વાત એ છે આ બેઠકમાં ભાજપામંત્રીઓએ ભાગ લીધો નથી.
કહેવાય છે કે આ બેઠકમાં ભાજપા અને જેડીયૂના સંબંધને સમાપ્ત કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે આની જાહેરાત જેડીયૂની બેઠક પૂરી થયા બાદ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.

આની વચ્ચે શનિવારે મોડી સાંજે જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ અને મુખ્યમંત્રી નીતિશ કુમારની વચ્ચે મુખ્યમંત્રી રહેઠાણમાં ઘણા કલાકો સુધી મંથન બાદ ભાજપા-જેડીયૂ ગઠબંધનના સંબંધમાં અંતિમ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. જેના પર આજે બોલાવેલી કેબિનેટની બેઠકમાં અંતિમ મોહર મારી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
