For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે ચીની કંપનીઓને નહિ મળે સરકારી કૉન્ટ્રાક્ટ્સ

લાઈન ઑફ એક્ચુઅલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

લાઈન ઑફ એક્ચુઅલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે એ દેશોને સરકારી કૉન્ટ્રાક્ટ્સ સરળતાથી નહિ મળી શકે જે ભારત સાથે જમીન સીમા શેર કરે છે. ભારત સરકારે 'રક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા'ને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય કર્યો છે. ઈંગ્લિશ ડેઈલી ઈકોનૉમિક ટાઈમ્સ તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં પ્રત્યક્ષ વિદેશ રોકાણ(એફડીઆઈ)ના નિયમોમાં થયેલા પરિવર્તન બાદ આ નિર્ણયને સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

17 એપ્રિલે બદલાઈ ગયા હતા FDI નિયમ

17 એપ્રિલે બદલાઈ ગયા હતા FDI નિયમ

સરકારના આ આદેશમાં કોઈ દેશનુ નામ નથી લેવામાં આવ્યુ પરંતુ વિશેષજ્ઞ આને ચીન સામે ઉઠાવવામાં આવેલુ પગલુ ગણાવી રહ્યા છે. 17 એપ્રિલે સરકાર તરફથી જે નવી એફડીઆઈ નીતિ આવી હતી તે હેઠળ ઑટોમેટિક રૂટ દ્વારા આ પડોશી દેશોની તરફથી થનાર રોકાણને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ હતુ. તેનો હેતુ ચીની રોકાણ અને ભારતીય પ્રોજક્ટ્સ સાથે તેમની સહભાગિતા પર નજર રાખવી, તેના પર અમુક પ્રતિબંધ લગાવવા શામેલ હતા. હવે જે નવા નિયમ આવ્યા છે અને તે બાદ એવી કંપનીએ જે ચીન સાથે જોડાયેલી છે, તેમને સ્ટેશનરીની સપ્લાય, ટર્બાઈન અને ટેલીકૉમ ઉપકરણો સાથે જ માર્ગ અને ઉર્જાના ક્ષેત્રમાં મળતા કૉન્ટ્રાક્ટસના કડક નિયમો માનવા પડશે.

હાલમાં જ ચીની એપ્સ પર લાગ્યો બેન

હાલમાં જ ચીની એપ્સ પર લાગ્યો બેન

સરકારે હાલમાં જ 59 ચીની એપ્સને પ્રતિબંધિત કરી છે અને હવે આ મોટો નિર્ણય લીધો છે. ચીન અને ભારત વચ્ચે પાંચ મેથી પૂર્વ લદ્દાખમાં ટકરાવ ચાલુ છે. ભારતીય સેનાના સૂત્રોનુ કહેવુ છે કે ચીનની સેનાએ ડિસએન્ગેજમેન્ટનુ વચન આપ્યુ હતુ પરંતુ હવે તે પોતાના વચનથી ફરી ગયુ છે. ભારત તરફથી ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ને સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે તેમણે દરેક સ્થિતિમાં પાછળ હટવુ પડશે અને એપ્રિલ 2020વાળી સ્થિતિને ચાલુ કરવી પડશે. ભારત સરકાર મુજબ સંપ્રભુતાની રક્ષા માટે જે નિર્ણય લેવા પડશે તેનાથી પાછળ ન હટી શકાય.

ખાનગી ક્ષેત્રને રાખવામાં આવ્યુ બહાર

ખાનગી ક્ષેત્રને રાખવામાં આવ્યુ બહાર

વિશેષજ્ઞ માની રહ્યા છે કે મોડી રાતે આવેલા આ નિર્ણથી સંકેત મળી રહ્યા છે કે ભારત પોતાની ધીરજ ગુમાવી રહ્યુ છે. તે સંપૂર્ણપણે ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા અને ડિએસ્કલેશનના નિષ્કર્ષ પર લઈ જવાના મૂડમાં નથી. સરકારનો આ આદેશ હાલમાં ખાનગી ક્ષેત્રમાં લાગુ નહિ થાય. આ આદેશમાં કહેવામાં આવ્યુ કે નવા નિયમ બધા નવા સરકારી ટેન્ડર્સ પર લાગુ થશે. જો ટેન્ડર્સ માટે પહેલેથી જ ઈનવિટેશન આવી ચૂક્યા હોય અને પહેલા તબક્કામાં માનકોની યોગ્યતા પૂરી ન થઈ હોય અને એવા કૉન્ટ્રાક્ટર જે નવા આદેશ હેઠળ રજિસ્ટર્ડ નથી તેમના ટેન્ડર્સને કેન્સલ નહિ કરવામાં આવે.

કડક તપાસ પ્રક્રિયામાંથી પસાર થશે કંપનીઓ

કડક તપાસ પ્રક્રિયામાંથી પસાર થશે કંપનીઓ

જો પહેલો તબક્કો પૂરો થઈ ચૂક્યો હોય તો સામાન્ય ટેન્ડરને કેન્સલ કરી દેવામાં આવશે અને પ્રક્રિયાને ફરીથી શરૂ કરવામાં આવશે. સરકારના આદેશમાં અમુક ફેરફાર સાથે કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર રક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસમાં પ્રત્યક્ષ કે પછી અપ્રત્યક્ષ રીતે હસ્તક્ષેપ કરી શકે છે. સરકારના આદેશ મુજબ એવા દેશ જે ભારત સાથે જમીન સીમા શેર કરે છે, તેમના બિડર્સ તરફથી લાગતી બોલીને ત્યારે જ મંજૂરી મળશે જ્યારે તે ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ હેઠળ રજિસ્ટર હશે.

મુંબઈમાં ફરીથી મંડરાયો અતિ ભારે વરસાદનો ખતરો, 3 કલાકમાં આવી શકે છે આંધી-તોફાન

English summary
Curbs on bidders from countries that a land border with India amid tension with China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X