For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ફરીથી મંડરાયો અતિ ભારે વરસાદનો ખતરો, 3 કલાકમાં આવી શકે છે આંધી-તોફાન

હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા ત્રણ કલાકમાં અહીંના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ફરીથી એકવાર અતિ ભારે વરસાદનો ખતરો મંડરાયો છે. હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા ત્રણ કલાકમાં અહીંના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે માટે તેમણે લોકોને અપીલ કરી છેકે તે ઘરમાં રહે. વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ, પાલઘર, સિંધુદૂર્ગ, રત્નાગિરિ, કોલ્હાપુર, ઔરંગાબાદ, જાલના, પરભણી, નાંદેડ, જલગાંવ અને નંદૂરબારમાં આંધી-તોફાન આવી શકે છે.

મુંબઈમાં ફરીથી મંડરાયો વરસાદનો ખતરો

મુંબઈમાં ફરીથી મંડરાયો વરસાદનો ખતરો

વળી, સાઉથ-સેન્ટ્રલ મહારાષ્ટ્ર, પૂર્વ-પશ્ચિમ વિદર્ભમાં પણ સતત વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ પાલઘર, રાયગઢ અને ઠાણે વિસ્તારોમાં પણ જોરદાર વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ મુંબઈમાં ભારે વરસાદનુ એલર્ટ જારી થયુ હતુ. અહીં ઘણા સ્થળોએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

શું સાવચેતી રાખવી

ગેસ અને વીજળીના કનેક્શન બંધ રાખવા, ગેસ લીક હોય તો સતર્ક થઈ જવુ. જો નીચાણવાલા વિસ્તારમાં રહેતા હોય તો ત્યાંથી કોઈ સુરક્ષિત સ્થળો જતા રહો. ઉકાળેલુ અને ક્લોરિનયુક્ત પાણી જ પીવો. સીવરેજ, ખુલ્લા નાળા અને ગટર વગેરેથી દૂર રહો. તૂટેલા તાર, વીજળીના ખંભા વગેરેને જોઈલે ચાલો. કાટમાળ વગેરેનુ ધ્યાન રાખો.

હળવો અને મધ્યમ વરસાદ

હળવો અને મધ્યમ વરસાદ

આ ઉપરાંત મધ્ય પ્રદેશ, ઓરિસ્સાના અમુક ભાગોમાં પણ ભારે વરસાદના અણસાર છે. આવતા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને બિહારમાં ચોમાસાની વધુ અસર દેખાઈ શકે છે. આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ગિલગિટ બાલ્ટીસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો અને મધ્યમ વરસાદ થઈ શકે છે.

રાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટેરાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટે

English summary
Intense rainfall likely to occur in Mumbai and Raigad during the next three hours: IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X