રાહુલ ગાંધીને ગુજરાત ફળ્યું, CWCની હામીથી બનશે કોંગ્રેસ અધ્યક્ષ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક પછી એક જનસભાઓ કરીને મજબૂત રીતે કોંગ્રેસનો પક્ષ મૂકનાર રાહુલ ગાંધીને આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પછી કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ બનવાની તક મળી શકે છે. સુત્રોએ જે રીતે જાણકારી આપી છે તે મુજબ 1 ડિસેમ્બર પહેલા કોંગ્રેસને તેના નવા અધ્યક્ષ મળી જશે. અને તે માત્ર અને માત્ર રાહુલ ગાંધી જ હશે. ઉલ્લેખનીય છે કે લગભગ 20 વર્ષ પછી પાર્ટીને નવા અધ્યક્ષ મળશે. સોનિયા ગાંધીએ 14 માર્ચ 1998થી કોંગ્રેસનો કાર્યભાર સંભાળ્યો છે. અને હાલ તેમની તબિયત લથડતા હવે આ જવાબદારી તેમના પુત્ર રાહુલ ગાંધીના હાથમાં જશે તેમ લાગી રહ્યું છે.

Rahul Gandhi

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ મીડિયાને જણાવ્યું કે જો ખાલી રાહુલ ગાંધીનું જ નામ અધ્યક્ષ પદે રજૂ કરાયું તો 1 ડિસેમ્બરે પરિણામની જાહેરાત કરી લેવામાં આવશે. અને જો અન્ય કોઇ વ્યક્તિનું નામ અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યું તો આ પ્રક્રિયા 21 નવેમ્બર સુધી ચાલશે અને તે પછી જાહેરાત કરવામાં આવશે. જો કે તેમ પણ માનવામાં આવી રહ્યું છે કે કોઇ પણ પ્રકારના વિરોધ વગર સર્વસમંતિએ રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે નવસર્જન યાત્રા માટે ગુજરાત આવ્યા હતા ત્યારે ચોટીલાથી લઇને દ્વારકા સુધી તમામ નાના મોટા મંદિરોની મુલાકાત લીધી હતી. ત્યારે કેટલાક લોકો રાહુલ ગાંધીની આ મહેનત અને ઉન્નતિને ભગવાનના આશીર્વાદ ફળ્યા હોય  તે રીતે પણ જોઇ રહ્યા છે.  

English summary
The prolonged suspense over Rahul Gandhi’s elevation as the Congress president could be over as early as December 1 should the party’s highest decision-making body accept the dates of its organisational polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.