For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2022 : મીરાબાઈ ચાનુએ ઈતિહાસ રસ્યો, ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો!

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે તેનો પહેલો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં દેશ માટે આ સિદ્ધિ મેળવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે તેનો પહેલો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં દેશ માટે આ સિદ્ધિ મેળવી છે. કુલ 202 KG ઉંચકીને તેણે ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ પોતાના નામે કર્યો છે.

Mirabai Chanu

ચાનુએ સ્નેચમાં પ્રથમ પ્રયાસમાં 84 કિલોગ્રામ ઉપાડ્યું. બીજા પ્રયાસમાં તેણે 88 કિલો વજન ઉપાડીને પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠની બરાબરી કરી હતી. ત્રીજા પ્રયાસમાં તેણે 90KG ઉંચકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શકી નહીં. મીરાબાઈએ તેના પ્રથમ ક્લીન એન્ડ જર્ક પ્રયાસમાં 109 KG ઉપાડીને ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. તેણે બીજા પ્રયાસમાં 113 KG ઉપાડ્યું. ત્રીજા પ્રયાસમાં તેણે 114 કિલો વજન ઉપારવાનો પ્રયાસ કર્યો, પરંતુ આમાં તે સફળ થઈ શકી નહીં.

આ રીતે તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્કને જોડીને 202 KG વજન ઉપાડ્યુ. મિરિસ્સાની મેરી રુનિવોસોવાએ 172 કિગ્રા વજન સાથે સિલ્વર અને કેનેડાની હાના કામિન્સ્કીએ 171 કિગ્રા વજન સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

આ પહેલા શનિવારે ભારતનું મેડલનું ખાતું ખુલ્યુ હતું. વેઈટલિફ્ટર સંકેત મહાદેવે શનિવારે પુરુષોની 55 કિગ્રા વજન વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. આ કેટેગરીમાં મલેશિયાના મોહમ્મદ અનીદે ગોલ્ડ જીત્યો હતો. ગુરુરાજા પૂજારીએ પુરુષોની 61 કેજી વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મલેશિયાના અજનિલ મોહમ્મદે ગોલ્ડ અને પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારુએ સિલ્વર જીત્યો હતો.

English summary
CWG 2022: Mirabai Chanu makes history, India's first gold!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X