ટાટા પાવર પર સાયબર હુમલો, IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત, કંપનીએ શું કહ્યું?
ટાટા પાવર પર સાયબર એટેકથી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત થયુ છે. કંપનીએ મોડી રાત્રે આ જાણકારી આપી છે. ટાટા પાવર દ્વારા કહેવામાં આવ્યું કે આનાથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત પ્લાન્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થઈ છે.
નવી દિલ્હી : ટાટા પાવર પર સાયબર એટેકથી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત થયુ છે. કંપનીએ મોડી રાત્રે આ જાણકારી આપી છે. ટાટા પાવર દ્વારા કહેવામાં આવ્યું કે આનાથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત પ્લાન્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થઈ છે.

સાયબર હુમલા અંગે ટાટા પાવરે કહ્યું કે, તેની કેટલીક સિસ્ટમને અસર થઈ છે. તેને ફરીથી ઠીક કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં તમામ ક્રિટીકર ઓપરેશન સિસ્ટમ્સ કાર્યરત છે. ટાટા પાવર કંપની લિમિટેડના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના સાયબર હુમલાએ કેટલીક આઇટી સિસ્ટમને અસર કરી છે.
ટાટા પાવરે સાયબર હુમલા બાદ કર્મચારી, ગ્રાહક સેવા સહિત IT-સંબંધિત ટચ પોઈન્ટની તપાસ કરી છે. આ તમામ સ્તરે તપાસ કર્યા બાદ કંપની તરફથી સાયબર હુમલાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટાટા પાવરે શુક્રવારે મોડી રાત્રે કહ્યું હતું કે આ મામલે ગંભીર તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
