For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે સાંજ સુધીમાં વાવાઝોડું 'અસાની' દેખાડશે પોતાની અસર, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનો ખતરો

આજે સાંજ સુધીમાં 'અસાની' દેખાડશે પોતાની અસર, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનો ખતરો

|
Google Oneindia Gujarati News

બંગાળની ખાડી ઉપર ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ચક્રવાત 'અસાની'માં તબદીલ થઈ ચૂક્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ચક્રવાત આજે સાંજ સુધીમાં પોતાની અસર દેખાડશે. જે ઉત્તર-પશ્ચિમ તરફ વધશે અને 24 કલાકમાં પૂર્વ-મધ્યમાં ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાય તેવી સંભાવના છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું કે, ચક્રવાત 'અસાની' ઉત્તર-પશ્ચિમ દિશામાં 16 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે. જે વિશાખાપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં 970 કિમી અને પુરીથી દક્ષિણ-પૂર્વ દિશામાં 1020 કિમી દૂર છે.

asani

તેમણે આગળ જણાવ્યું કે, 10 મેના રોજ સાંજ સુધીમાં ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઓરિસ્સા તટની સમાનાંતર આગળ વધશે. તેમણે જણાવ્યું, 10 મે સુધી આ ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના તટો સુધી પહોંચી શકે છે. જે બાદ 10 મેની સાંજે વરસાદ શરૂ થઈ જશે. ઓરિસ્સાના ત્રણ જિલ્લા ગજપતિ, ગંજમ અને પુરી માટે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 11 મેના રોજ પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

માછીમારો માટે એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ તરફથી માછીમારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 મે સુધી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટથી દૂર રહેવા કહેવાયું છે. ઓરિસ્સાના તટ પાસે સમુદ્રની સ્થિતિ 9 મે અને 10 મેના રોજ ખરાબ રહેશે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાક થઈ જશે, જે 11 મે સુધી બની રહેશે.

આ રાજ્યોમાં અસર દેખાડશે

ચક્રવાતી તોફાન અસાનીની અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ દેખાય તેવા અણસાર છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, સિક્કિમ, આસામ, આંધ્ર પ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે. હવામાન વિભાગ તરફથી આ તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓરિસ્સાના તટીય જિલ્લા અને કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના દક્ષિણી ભાગમાં મંગળવારથી જ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

ઝારખંડ સહિત આ રાજ્યો પર વાવાઝોડાની અસર થશે

નોંધનીય છે કે વાવાઝોડું અસાનીની અસર ઓરિસ્સા ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્ર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે પણ વરસાદનું યેલો એલર્ટ જાહેર કરી દીધું છે.

English summary
cyclone Asani could affect 6 states including jharkhand and bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X