Cyclone Dana : ચક્રવાત દાનાની તબાહી વચ્ચે 1600 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા
Cyclone Dana Landfall : વહેલી સવારે ઓડિશાના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડા દાનાએ ભારે તબાહી મચાવી છે. બીજી તરફ વાવાઝોડાની ઘટતી અસર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.
વાવાઝોડાની તીવ્રતાને જોતા ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકારે 12 લાખ લોકોને સુરક્ષિત ખસેડ્યા હતા. સારા સમાચાર એ છે કે વાવાઝોડાની તબાહી વચ્ચે 166 જેટલી મહિલાઓએ રાહત છાવણીઓમાં બાળકોમાં જન્મ આપ્યા છે.

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માજીએ જણાવ્યુ કે, ચક્રવાત દાનાને કારણે રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવેલી 4,431 સગર્ભા સ્ત્રીઓમાંથી 1,600એ બાળકોને જન્મ આપ્યા છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં કુલ 584,888 લોકોને સ્થળાંતરિત કરાયા હતા અને શુક્રવાર સવાર સુધીમાં આ સંખ્યા 600,000ને પાર પહોંચી છે. સ્થળાંતર કરાયેલા લોકોને હાલમાં 6,008 ચક્રવાત આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમને ખોરાક, દવા, પાણી અને અન્ય આવશ્યક પુરવઠો મળી રહ્યો છે.
બાલાસોર જિલ્લામાં સૌથી વધુ 172,916 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. મયુરભંજમાં 100,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભદ્રકમાં 75,000 લોકોને, જાજપુરમાં 58,000 લોકોને અને કેન્દ્રપારામાંથી 46,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે શરૂઆતમાં એક લાખ લોકોને સ્થળાંતર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ ચક્રવાત દાનાના બદલાતા માર્ગના આધારે વધારે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી.
વાવાઝોડા વચ્ચે સૌથી પહેલા કટક જિલ્લામાં સૌથી પહેલા એક મહિલાએ નિયાલી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ માતા એ ગર્ભવતી મહિલાઓમાંની એક હતી જેમને ચક્રવાત આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી હતી. માતા અને નવજાત બંને સ્વસ્થ છે.
વિભાગે જણાવ્યું કે, ચક્રવાત દાનાની તૈયારીઓ વચ્ચે અધિકારીઓએ નિયાલી હોસ્પિટલમાં બાળકનો સુરક્ષિત જન્મ સુનિશ્ચિત કર્યો હતો. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તમામ અસરગ્રસ્ત લોકોને સલામતી અને તબીબી સંભાળ પૂરી પાડવા સક્રિયપણે કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
