ઓડિશામાં ‘ફાની' માટે આદર્શ આચાર સંહિતા હટાવવાની માંગ, ચૂંટણી પંચે આપી મંજૂરી

ચક્રવાત ‘ફાની’ને જોતા ચૂંટણી પંચને પટકુરા વિધાનસભા સીટ પર મતદાન ટાળવાની માંગ કરી હતી.

બંગાળની ખાડીમાં ઉમટી રહેલ વાવાઝોડુ 'ફાની' આગામી 12 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું છે. તેના શુક્રવાર બપોર સુધીમાં ઓડિશાના તટ પર પહોંચવાની સંભાવના છે. વિભાગના ચક્રવાત ચેતવણી પેટા વિભાગે બપોરે 12 વાગ્યાના પોતાના બુલેટિનમાં કહ્યુ કે 'ફાની' હાલમાં દક્ષિણ-પૂર્વ તેમજ નજીકના દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર છે. આ જગ્યા પૂરીથી લગભગ 830 કિલોમીટર દક્ષિણ, વિશાખાપટ્ટનમથી 670 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વ અને શ્રીલંકાના ત્રિંકોમાલીથી 680 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં છે.

આદર્શ આચાર સંહિતા હટાવવાની થઈ હતી માંગ

આદર્શ આચાર સંહિતા હટાવવાની થઈ હતી માંગ

આ દરમિયાન એક મોટા સમાચાર એ છે કે ચક્રવાતી તોફાન ‘ફાની'નો સામનો કરવા માટે બચાવ અને રાહત કાર્યોની ગતિવિધિઓ ઝડપી કરવા માટે પૂરીના જિલ્લાઓ જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, મયૂરભંજ, ગજપતિ, ગંજમ, ખોરધા, કટક અને જાજપુરમાં આદર્શ આચાર સંહિતા હટાવવાની માંગને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે.

પટકુરા વિધાનસભા સીટ પર મતદાન ટાળવાની માંગ

પટકુરા વિધાનસભા સીટ પર મતદાન ટાળવાની માંગ

ઉલ્લેખનીય છે કે આ પહેલા બીજુ જનતા દળના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે ચક્રવાત ‘ફાની'ને જોતા ચૂંટણી પંચને પટકુરા વિધાનસભા સીટ પર મતદાન ટાળવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ અનુસાર ઓડિશાના બૌધ, કાલાહાંડી, સંબલપુર, દેવગઢ અને સુંદરગઢ જેવા અલગ અલગ સ્થળોએ ‘ફાની' તોફાનના કારણે ભારે વરસાદ થઈ શકે છે.

યલો એલર્ટ

યલો એલર્ટ

હવામાન વિભાગ (આઈએમડી) હાલમાં ઓડિશામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આની અસરના કારણે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ગુરુવાર સુધી ભારે વરસાદ થશે. હવામાન વિભાગ (આઈએમડી) એ આ અંગે માહિતી આપી છે. આની અસર નજીકના રાજ્યો પર પણ જોવામાં આવી રહી છે. કર્ણાટકમાં પણ મંગળવારે સાંજે ભારે વરસાદ થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X