Cyclone Fengal : તમિલનાડુના કિનારે ટકરાવા જઈ રહેલુ વાવાઝોડું ફેંગલ કેટલુ તાકાતવર?
Cyclone Fengal Updates : ભારતના દક્ષિણમાં ફરી એક વખત દરિયામાં વાવાઝોડાએ આકાર લીધો છે. આ વાવાઝોડુ તમિલનાડુના કિનારા તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, ફેંગલ નામનું આ વાવાઝોડુ 30 નવેમ્બર સુધીમાં કિનારે અથડાઈ શકે છે. આ સંભાવનાને જોતા ભારતીય નૌસેનાએ બચાવકામગીરી શરૂ કરી દીધી છે.

વાવાઝોડું ફેંગલ 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયેલું આ તોફાન ઉત્તર-ઉત્તર પશ્ચિમ તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે.
ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, સિસ્ટમ 12 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે, જેના કારણે વ્યાપક વરસાદ અને તેજ પવન ફૂંકાશે.
વાવાઝોડાને પગલે 28 નવેમ્બરે કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ અને કુડ્ડલોર જિલ્લાઓ સહિત પોંડિચેરીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાઈ રહ્યાં છે.
વાવાઝોડાને પગલે કુડ્ડલોર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 ફૂટથી ઉચા મોજા ઉછળી રહ્યાં છે.
વાવાઝોડાની ગંભીરતા જોતા ભારતીય નૌસેનાએ ડાઇવિંગ યુનિટ્સ અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી માટે રાહત ટીમો તૈનાત કરી છે.












Click it and Unblock the Notifications
