Cyclone Mandous : તમિલનાડુમાં તબાહી મચાવશે મંડુસ વાવાઝોડું, ભારે વરસાદની આગાહી

Cyclone Mandous : ભારતના દક્ષિણતમ રાજ્ય તમિલનાડુમાં ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા પ્રેસરમાંથી હાઇ પ્રેસરમાં પરિણમ્યું છે .

Cyclone Mandous : ભારતના દક્ષિણતમ રાજ્ય તમિલનાડુમાં ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા પ્રેસરમાંથી હાઇ પ્રેસરમાં પરિણમ્યું છે અને ગુરુવારની સાંજ સુધીમાં 'મંડુસ' નામના વાવાઝોડા (Cyclone Mandous) માં પરિણમશે.

Cyclone Mandous

આ વાવાઝોડાની અસર ઉત્તર તમિલનાડુ, પોડિંચેરી અને તેની નજીકના દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે જોવા મળશે. આગામી 48 કલાકમાં મંડુસ વાવાઝોડું (Cyclone Mandous) વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

તમિલનાડુના ઉત્તર તટીય જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તામિલનાડુની રાજ્ય સરકાર દ્વારા પોતાની સંપૂર્ણ મશીનરી તૈયાર કરી લેવામાં આવી છે. આવા સમયે મંડુસ વાવાઝોડા (Cyclone Mandous)ના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવી રહી છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને છ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે.

તામિલનાડુની રાજ્ય સરકારે 5000 થી વધુ રાહત શિબિરો ખોલી

તામિલનાડુની રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને રહેવા માટે મંડુસ વાવાઝોડા(Cyclone Mandous)થી સંભવિત પ્રભાવિત જિલ્લાઓમાં 5,000 થી વધુ રાહત શિબિરો ખોલી છે.

કેમ્પમાં રહેતા લોકોને ભોજન, પીવાનું પાણી અને આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વરસાદની અસર પર નજર રાખવા માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યો છે, જે આગામી બે દિવસ સુધી ભારે વરસાદ અને તેની અસર પર નજર રાખશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X