Cyclone Mocha : હવે ભયાનક બનશે વાવાઝોડુ મોચા, જાણો ગુજરાતને શું અસર થશે?
બંગાળની ખાડીમાં વિકરાળ રૂપ લઈ રહેલુ વાવાઝોડુ મોચા આજથી વધારે સક્રિય જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને તેના કારણે ઘણા રાજ્યોમાં તોફાની પવનો જોવા મળી શકે છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, આ વાવાઝોડાની અસર ઘણા રાજ્યોમાં જોવા મળશે અને ભારે વરસાદની આશંકા છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા, બંગાળ અને આંદામાન-નિકોબારમાં જોવા મળશે. અહીં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

આ સિવાય વાવાઝોડાની અસર બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પડશે અને તેના કારણે ત્યાં પણ એલર્ટ જારી કરાયા છે. હવામાન વિભાગે વિભાગે કહ્યું કે, વાવાઝોડું ફક્ત મ્યાનમારમાં કિનારા સાથે ટકરાશે.
હાલ નાના દરિયાઈ જહાજો અને માછીમારોને દરિયામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. વાવાઝોડુ આગળ વધતા 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પ્રવાસીઓને 12 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વાવાઝોડુ મોકાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં NDRFની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF ટીમો જ્યાં તૈનાત કરવામાં આવી છે તેમાં રામનગર 1 બ્લોક, રામનગર 2, હલ્દિયા, ગોસાબા કુલતાલી, કાકદ્વીપ, હિંગલગંજ, સંદેશખાલી અને નોર્થ 24 પરગણા સામેલ છે. આ સાથે કોસ્ટ ગાર્ડની ટીમ તમામ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે.












Click it and Unblock the Notifications
