For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની બંને તરફ સમુદ્રી તોફાન, એક સોમાલિયામાં તો બીજું તમિલનાડુમાં લેન્ડફોલ કરશે

ભારતની બંને તરફ સમુદ્રી તોફાન, એક સોમાલિયામાં તો બીજું તમિલનાડુમાં લેન્ડફોલ કરશે

|
Google Oneindia Gujarati News

અરબી સમુદ્ર પર બનેલ ડિપ્રેશન તેજીથી પ્રભાવિત થતાં ડીપ ડિપ્રેશન બન્યું અને બાદમાં એક ચક્રવાતી તોફાન બની ગયું છે. દક્ષિણ- પશ્ચિમ મૉનસૂન 2020 બાદ બનતું આ પહેલું તોફાન છે, જેનું નામ 'ગતિ' છે. આ સિસ્ટમ ભારતના તટથી દૂર ચાલી ગઈ છે. તોફાનની ગતિ 23 નવેમ્બરે ભીષણ ચક્રવાતી તોફાનની ક્ષમતામાં પહોંચી જશે અને સોમાલિયાના રસ રાફૂનમાં લેન્ડફોલ કરી શકે છે. જે સમયે આ તોફાન લેન્ડફોલ કરશે તે સમયે તેની આસપાસ હવાની ગતિ 100 કિમી પ્રતિ કલાક કે તેનાથી પણ વધુ હશે.

cyclone

આ દરમ્યાન જ બંગાળની ખાડીમાં પણ એક લૉ પ્રેસર સક્રિય થયું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન નિરવનું રૂપ ધારણ કરી શકે છે. વર્તમાન સ્થિતિને જોતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું નિરવ 25 નવેમ્બરની આસપાસ પોંડિચેરી અને કરાઈકલ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે.ય

Recommended Video

ગુજરાત : દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ગતિ વાવાઝોડું સક્રિય, માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી

સ્કાઈમેટ મુજબ આ વાવાઝોડાનો પ્રભાવ ભારતના પૂર્વી તટો પર જોવા મળશે. આજથી વાદળો વધી જશે અને હવા પણ તેજ ફુંકાશે. તટિય તમિલનાડુમાં સૌથી વધુ બદલાવ જોવા મળશે. રાજ્યના તટીય શહેર ચેન્નઈથી લઈ કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કુડ્ડાલોર, પોંડિચેરી પર સૌથી વધુ પ્રભાવ જોવા મળી શકે છે.

આગાહી મુજબ તમિલનાડુના તટીય શહેરમાં પંબનથી લઈ ચેન્નઈ વચ્ચે 24 અને 25 નવેમ્બરે ભીષણ વરસાદ સાથે તોફાની હવાઓ ચાલે તેવી સંભાવના છે. આ દરમ્યાન તટીય શહેરોમાં કેટલીય જગ્યાએ પૂરની આશંકા છે અને ભારે વરસાદ સાથે તોફાની હવાઓ તબાહી મચાવી શકે છે.

કોરોના વેક્સીનની તૈયારીઓમાં વેગ, મંગળવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદીકોરોના વેક્સીનની તૈયારીઓમાં વેગ, મંગળવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી

આ દરમ્યાન સામાન્ય જન જીવન પણ વ્યાપક રૂપે પ્રભાવિત થઈ શકે છે. રસ્તા ક્ષતિગ્રસ્ત હોય શકે છે, વિવિધ જગ્યાએ વિજળી આપૂર્તિ અને સંચાર વ્યવસ્થા સાથે જોડાયેલા થાંભલા પડી શકે છે. કેટલાય વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણી મધ્ય ભાગોથી લઈ દક્ષિણી- પશ્ચિમી વિસ્તારો સુધી સમુદ્રમાં હલચાલ તેજ થશે જેનાથી માછીમારો સહિત તમામ સમુદ્રી ગતિવિધિઓને 4-5 દિવસ સુધી સ્થગિત રાખવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

English summary
Cyclone Nirav can affect tamilnadu and cyclone gati will landfall in somalia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X