For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Ockhi: તમિલનાડુ-કેરળ બાદ ગુજરાતમાં ‘ઓખી’નો હુમલો

તમિલનાડુ અને કેરળ બાદ ગુજરાતમાં પ્રવેશી શકે છે ચક્રવાત ઓખી6 ડિસેમ્બર સુધી વર્તાશે અસરઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં તમિલનાડુ અને કેરળમાં સાઇક્લોન ઓખીનો ઉત્પાત છે, આ ચક્રવાતના ઉપદ્રવથી પાડોશી રાજ્ય કર્ણાટક પણ ચિંતાતુર છે અને તાજેતરની ખબરો અનુસાર આ તોફાન ગુજરાત તરફ આવનાર છે. હવામાન વિભાગ અનુસાર, રવિવાર સવારથી આ તોફાનની અસરકારકતા ઘટી છે, આમ છતાં આ તોફાન ડરામણું છે. હાલ આ તોફાન દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં છે અને આ કારણે 150થી 170 કિમી કલાક દીઠની ઝડપથી પવન ફૂંકાય છે અને આ ઝડપ 180 કિમી સુધી પહોંચી શકે છે. ગુજરાત તરફ વળતા ચક્રવાતની ઝડપ થોડી ઘટી શકે છે.

ookhi

વર્તમાન સમયમાં આ તોફાનનું કેન્દ્ર લક્ષદ્વીપ છે અને તોફાનના ઉત્પાતને જોતાં હવામાન વિભાગે 4 ડિસેમ્બરથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. એવું અનુમાન છે કે, 5 ડિસેમ્બરની રાત્રે આ તોફાન ગુજરાતમાં ધીરું પડશે અને 6 ડિસેમ્બરના રોજ ધીરે-ધીરે સમાપ્ત થઇ જશે. તમિલનાડુ અને કેરળમાં ઓખી સાયક્લોનને કારણે ઘણું નુકસાન થયું છે અને ધોધમાર વરસાદને કારણે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના 1000 માછીમારો ગુમ છે. આ તોફાનને કારણે કેરળના થિરૂવનંતપુરમ, કોલ્લમ, પટનમથિટ્ટા, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપુજ્જા અને એર્નાકુલમમાં વહેતી નદીઓમાં આગલા 24 કલાકની અંદર જળ સ્તર વધી શકે છે અને કન્યાકુમારીની નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે.

English summary
Cyclone Ockhi that battered Tamil Nadu and Kerala in the last two days has finally moved beyond the coast of Lakshwadweep. Ockhi will now recurve towards the coast of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X