For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડ અને પ.બંગાળ પહોંચ્યું 'ફેલિન' વાવાઝોડું, આવતીકાલે યુપીમાં એન્ટ્રી કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઓરિસ્સા, નવી દિલ્હી, 13 ઓક્ટોબર: મહાતોફાન 'ફેલિન' શનિવારે રાત્રે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તાંડવ મચાવ્યા બાદ બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશની તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાન આજે ઝારખંડ અને પશ્વિમ બંગાળ પહોંચી ગયું છે, બંને રાજ્યોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. બિહારમાં પણ આજે જ પહોંચશે અને આવતીકાલે ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી મારશે. તોફાનના ખતરાથી બચવા માટે છ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જો કે તોફાનની ગતિ ઓછી થઇ છે. હવે આ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રહી ગઇ છે, જે ગઇકાલે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 200 કિલોમીટર પ્રતિ કલાક હતી. જેમાં બંને રાજ્યોના તટીય વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર છે. જો કે વહિવટી તંત્રએ આઠ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. તેમછતાં ભીષણ તોફાનથી અત્યાર સુધી સાત લોકોના મોત નિપજ્યાં છે. હવે આખા ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ભીષણ ચક્રવાતી તોફાન 'ફેલિન' આજે ઘણું નબળું પડી ગયું છે પરંતુ તેને ઓડિશા અને આંધ્રપ્રદેશના તટવર્તી વિસ્તારોમાં તબાહીના નિશાન છોડી દિધા છે તથા આનાથી ત્યાં સંદેશાવ્યવહાર ખોરવાઇ ગયો છે. તોફાનથી લગભગ 80 લાખ લોકો પ્રભાવિત થયા છે. 2.34 લાખ ઘર ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે 2400 કરોડ રૂપિયાનો પાક બરબાદ થયો છે. ઓડિશાના રાજસ્વ તથા આપદા મંત્રી એસ એન પાત્રોએ ભુનેશ્વરમાં કહ્યું હતું કે ઓડિશામાં સાત લોકોના મોતની જાણકારી મળી છે પરંતુ આ મોત ચક્રવાતી તોફાન આવ્યા પહેલાં થયા છે જ્યારે ઝાડ તેમના પર પડ્યા હતા.

rain

1999ના ખતરનાક મહાચક્રવાત બાદ અત્યારસુધીનો બીજો ખતરનાક ચક્રવાતી તોફાન 'ફેલિન' શનિવારે રાત્રે ઓડિશાના તટ પર આવી પહોંચ્યું, જ્યારે તેના કારણે રાજ્ય અને નજીકના ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશમાં મૂશળાધાર વરસાઇ થયો અને 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવાઓ ફૂંકાવા લાગી. જો કે આજે ઘણું નબળું થઇ ગયું છે પરંતુ આનાથી ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં તબાડીના નિશાન છોડી દિધા છે.

ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખતાં આઠ લાખ લોકોને પહેલાંથી જ ત્યાંથી નિકાળવામાં આવ્યા છે. ફેલિન વિનાશકારી હતું પરંતુ તેના આવતાં પહેલાં મોટાપાયે લોકોને નિકાળીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવામાં આવ્યા હતા. જેથી વર્ષ 1999ના વિનાશકારી તોફાનનું પુનરાવર્તન થતાં અટકી ગયું જેમાં લગભગ 10 હજાર લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
Phailin will start weakening from Saturday evening onwards as the weather system will move northwards to Bihar during the next 24 to 48 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X