Cyclone Remal : 130 કીમી સ્પીડ સાથે અડધી રાતે આંતક મચાવશે Remal, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ભયાનક તોફાનને પગલે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. લેન્ડ ફોલ સમયે આ તુફાન 130 કીમીની ઝડપે કિનારા સાથે ટકરાવા જઈ રહ્યું છે.

ચક્રવાતી તોફાન રેમલ રવિવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે. અધિકારીઓએ આ ચક્રવાતી તોફાન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Remal

તોફાનને પગલે કોલકાતા એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તોફાનના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશામાં ભારે વરસાદ સાથે 130 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે કોલકાતા, હાવડા અને પૂર્વ મિદનાપુર સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠે અથડાવા સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

તૈયારીઓ અંગે દક્ષિણ 24 પરગણાના જિલ્લા મેજિસ્ટ્રેટ સુમિત ગુપ્તાએ કહ્યું કે, અમે પહેલાથી જ નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લીધી છે. શરૂઆતમાં અમારી યોજના નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 8,000થી 10,000 ગ્રામજનોને બહાર કાઢવાની છે. શરૂઆતમાં કેટલાક લોકોને આશ્રયસ્થાનમાં લાવવામાં આવશે, બાકીના લોકો પછી આવશે.

એક અધિકારીએ કહ્યું કે, ચક્રવાત રામલ દરમિયાન ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને, કોલકાતા એરપોર્ટની તમામ ફ્લાઇટ્સ રવિવાર બપોરથી 21 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 394 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે.

બીજી તરફ સિયાલદહ અને હાવડા બંને વિભાગોમાં ઘણી લોકલ ટ્રેનો, જે સામાન્ય રીતે કોલકાતા અને હાવડાને આસપાસના જિલ્લાઓ સાથે જોડે છે તે પણ રદ કરવામાં આવી છે.

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટને રવિવાર સાંજથી 12 કલાક માટે તમામ કાર્ગો અને કન્ટેનર હેન્ડલિંગ કામગીરી સ્થગિત કરવા સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X