Cyclone Tauktae impact: દિલ્લીમાં વરસાદે તોડ્યો 45 વર્ષનો રેકૉર્ડ, રાજધાનીમાં ચારે તરફ પાણી
બુધવારથી દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ વાવાઝોડા તૌકતેએ કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિનાશ વેર્યો છે હવે વાવાઝોડુ હરિયાણા તરફ વળી ગયુ છે. વાવાઝોડાની અસર બીજા રાજ્યો પર પણ દેખાઈ રહી છે. બુધવારથી દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દિલ્લીમાં તો વરસાદે 45 વર્ષનો રેકૉર્ડ તોડી દીધો છે. કાલે અહીં મે મહિનાનો સૌથી વધુ વરસાદ (60 કિમી) થયો છે. આ પહેલા 59 મિમી વરસાદ મે 1976માં થયો હતો.

દિલ્લીમાં વરસાદે તોડ્યો 45 વર્ષોનો રેકૉર્ડ
સતત વરસાદના કારણે દિલ્લીના તાપમાનમાં ઘણો ઘટાડો થયો છે પરંતુ વરસાદના કારણે દિલ્લી જળમગ્ન થઈ ગયુ છે. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોને અવર-જવર માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. કાલે દિલ્લીના સફદરગંજમાં વિસ્તારમાં 31.3 મિલીમીટર અને પાલમમાં 27.8 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે.

ઘણા રાજ્યોમાં વરસ્યા વાદળો
માત્ર દિલ્લી જ નહિ, ઉત્તર પ્રદેશ, ઉત્તરી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કાલથી વરસાદ ચાલુ છે. ઘણી જગ્યાએ વરસાદ થવાના કારણે વિજળી ડુલ થઈ ગઈ છે અને તેજ હવાઓ ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના કેદારનાથમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારબાદ અહીં એકદમથી ઠંડી જેવી સ્થિતિ થઈ ગઈ છે.

આ રાજ્યોમાં ચાલુ છે ભારે વરસાદનુ એલર્ટ
આજે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ જનપદોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ દહેરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે દિલ્લીમાં આજે પણ વરસાદ થવાના અણસાર છે. જો કે હવામાન વિભાગનુ કહેવુ છે કે આજે હળવા વરસાદના અણસાર છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

વધુ એક વાવાઝોડાનુ જોખમ
એક બાજુ વાવાઝોડા 'તૌકતે'નું તાંડવ હજુ શમ્યુ નથી કે આ દરમિયાન બીજા એક વાવાઝોડાની આહટે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વાસ્તવમાં હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ કે 23-24 મે આસાપસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર દબાણ વિકસિત થતુ દેખાઈ રહ્યુ છે કે જે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગની નજર આ દબાણ પર છે. આ વાવાઝોડાનુ નામ 'યાસ' છે. આઈએમડીએ કહ્યુ છે કે હાલમાં બધી પરિસ્થિતિઓ બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડાને અનુકૂળ છે અને આ કારણે વાવાઝોડુ આવી રહ્યુ છે. વાવાઝોડાની દિશા હરિયાણા તરફ છે ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ થઈ શકે છે. હરિયાણા સરકારે આના માટે અમને દિશાનિર્દેશ જારી કર્યા છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
