For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ

ચક્રવાતી તોફાન વાયુ આજે ગુજરાતના તટ સાથે નહીં અથડાય પરંતુ તે વેરાવળ, પોરબંદર, દ્વારકા પાસેથી પસાર થશે, જેને કારણે આ વિસ્તારમાં ભારે આંધી અને વરસાદ થશે.

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન વાયુ આજે ગુજરાતના તટ સાથે નહીં અથડાય પરંતુ તે વેરાવળ, પોરબંદર, દ્વારકા પાસેથી પસાર થશે, જેને કારણે આ વિસ્તારમાં ભારે આંધી અને વરસાદ થશે. પોરબંદરમાં સમુદ્રના જળસ્તરમાં વધારો થયો છે. એનડીઆરએફ, પોલીસ, વાયુસેના અને નૌસેના ઘ્વારા સંયુક્ત ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે. એનડીઆરએફ 51 ટીમો, 14 એસઆરપી ટીમો, 300 મરીન કમાન્ડો અને 9 હેલીકૉપટર ગોઠવી દેવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Cyclone Vayu

Newest First Oldest First
5:32 PM, 13 Jun

ચક્રવાતી તોફાન વાયુનો ઘણી જગ્યાઓ પર અસર જોવા મળી રહ્યો છે, રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
4:03 PM, 13 Jun

પીએમ મોદીએ ગુજરાતમાં વાયુ ચક્રવાત દરમિયાન ચાલી રહેલી તૈયારીઓ અંગે જાણકારી લીધી
1:56 PM, 13 Jun

ગુજરાતમાં જે 6 લોકોની મૌતની વાત કરવામાં આવી રહી છે તેમની મૌત ચક્રવાતને કારણે નહીં પરંતુ ચોમાસાને કારણે થઇ છે: પંકજ કુમાર
1:55 PM, 13 Jun

અત્યારસુધીમાં વાયુ ચક્રવાતને કારણે કોઈના પણ મરવાનો અથવા ઘાયલ થવાનો મામલે સામે નથી આવ્યો: પંકજ કુમાર, એડિશનલ સેકેટરી, ગુજરાત સરકાર
10:34 AM, 13 Jun

વાયુ ચક્રવાતને કારણે મુંબઈની 400 ફ્લાઈટ પર અસર પડી છે. ખરાબ હવામાનને કારણે બુધવારે મુંબઈથી ટેકઓફ કરનારી 194 અને લેન્ડિંગ કરનારી 192 ફ્લાઈટ લેટ થઇ, જયારે 2 ફ્લાઈટનો રુટ ડાઇવર્ટ કરવામાં આવ્યો.
10:32 AM, 13 Jun

આજે બપોરે વાયુ ચક્રવાત સૌરાષ્ટ તટ પાસેથી પસાર થશે આ દરમિયાન હવાની સ્પીડ 135-160 કિલોમીટર પ્રતિ કલાક હશે
10:30 AM, 13 Jun

વાયુ ચક્રવાતના ખતરાને જોતા પ્રશાશને ફૂડ પેકેટ પણ તૈયાર કર્યા છે, જેથી તેને જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડી શકાય.
10:29 AM, 13 Jun

વાયુ ચક્રવાતને કારણે મુંબઈમાં હાઈટાઈડ એલર્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં 3.8 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે.

English summary
Cyclone Vayu Live: Army has been set up in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X