મુંબઈના ધારાવીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 14 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના પાટનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈના ધારાવી વિસ્તારમાં એક ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. જેમાં 14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુંબઈ : મહારાષ્ટ્રના પાટનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈના ધારાવી વિસ્તારમાં એક ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. જેમાં 14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. BMC એ આ અંગે માહિતી આપી છે.

સિલિન્ડર બ્લાસ્ટ બપોરે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો. સિલિન્ડર ફાટવાની આ ઘટના ધારાવીના સાહુ નગરમાં બની છે. 14 લોકોમાંથી 2 લોકો 70 ટકા સુધી દાઝી ગયા છે, જ્યારે 12 લોકો સામાન્ય દાઝી ગયા છે. સિલિન્ડર બ્લાસ્ટની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
બે ફાયર એન્જિન અને જમ્બો વોટર ટેન્કર સાથે સિવિક વોર્ડ લેવલ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. તમામ ઘાયલોને ઝીઓન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિલિન્ડર કેવી રીતે ફાટ્યું તે અંગેની જાણકારી હજૂ સુધી મળી નથી.












Click it and Unblock the Notifications
