For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઈરસ મિસ્ત્રીની વાપસીનો મામલોઃ ટ્રિબ્યૂનલના ફેસલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ટાટા સન્સ

સાઈરસ મિસ્ત્રીની વાપસીનો મામલોઃ ટ્રિબ્યૂનલના ફેસલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ટાટા સન્સ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટાટા સન્સના ચેરમેનના પદેથી હટાવાયા આવ્યા બાદ સાઈરસ મિસ્ત્રીને NCLATએ રાહત આપતા તેમને ચેરમેન પદેથી હટાવવાના નિર્ણયને ગેરકાયદેસર ગણાવી દીધો હતો અને સાથે જ એનસીએલએટીએ સાઈરસ મિસ્ત્રીને ફરીથી ચેરમેન પદે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT)ના આ ફેસલાને હવે ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ટ્રિબ્યૂનલનો આદેશ

ટ્રિબ્યૂનલનો આદેશ

જણાવી દઈએ કે ટાટા સન્સે 24 ઑક્ટોબર 2016ના રોજ સાઈરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. પરંતુ એનસીએલએટીએ સાઈરસ મિસ્ત્રીને પદથી હટાવવાની કાર્યવાહી ગેરકાયદેસર ગણાવતા તેમને ફરીથી પદ સોંપવાનો આદેશ આપ્યો હતો. સાથે જ એનસીએલએટીએ એન ચંદ્રશેખરને કાર્યકારી ચેરમેન બનાવવાના ફેસલાને પણ ગેરકાયદેસર ગણાવ્યો હતો. સાઈરસ મિસ્ત્રી પર ટાટા કંસલ્ટન્સી સર્વિસિઝને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હોવાનો આરોપ લાગ્યો હતો.

SC પહોંચ્યા TATA

ટાટા ગ્રુપ મુજબ પી સાઈરસ મિસ્ત્રીએ ટાટાના ભરોસાનો દુરુપયોગ કર્યો અને તેનો ગેરફાયદા ઉઠાવ્યો હતો. તેઓ ટાટા ગ્રુપના બધા જ મોટા ફર્મને પોતાના કન્ટ્રોલમાં લેવા માંગતા હતા. આ વિશે ટાટા ગ્રુપે પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે સાઈરસ મિસ્ત્રીએ પ્લાનિંગ સાથે બોર્ડના અન્ય મેમ્બર્સને બહાર કર્યા. ચાર વર્ષમાં ટાટા સમૂહના એકમાત્ર પ્રતિનિધિ બનવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી.

ટાટા સન્સે ચેરમેન પદેથી હટાવ્યા

ટાટા સન્સે ચેરમેન પદેથી હટાવ્યા

એકમાત્ર પ્રતિનિધિ બનવા માટે સાઈરસ મિસ્ત્રીએ રણનીતિ બનાવી અને તે અમલમાં લાવ્યા. ટાટા સન્સે કહ્યું હતું કે, 'મિસ્ત્રીના નેતૃ્માં ટાટા સમૂહના 100 વર્ષ જૂના માળખાને નુકસાન પહોંચ્યું છે. અમારા ફર્મ્સ, પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ દૂર ભાગી રહ્યા છે ઈશહાત હુસૈનને ટીસીએસના કામચલાઉ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.' ટાટા સમૂહે એક અસાધારણ જનરલ બેઠક પર પી સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણે હુમલો કરવાની ધમકી આપીડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણે હુમલો કરવાની ધમકી આપી

English summary
Cyrus mistry case: tata sons moves supreme court against NCLAT's order
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X