મનીષા કોઈરાલાને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ 2018 ની ઘોષણા કરવામાં આવી છે. મુંબઈમાં આ પુરસ્કારના વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી.
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ 2018 ની ઘોષણા કરવામાં આવી છે. મુંબઈમાં આ પુરસ્કારના વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી જેમાં અરમાન મલિકને સર્વશ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ આપવામાં આવ્યો, જ્યારે નીતિ મોહનને સર્વશ્રેષ્ઠ ફિમેલ ગાયિકાનો એવોર્ડ આપવામાં આવ્યો. વળી, અભિનેત્રી મનીષા કોઈરાલાને ભારતીય સિનેમાની સૌથી વર્સેટાઈલ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડની જાહેરાત બાદ ગાયક અરમાન મલિક અને મનીષા કોઈરાલાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મલિકે કહ્યુ કે આ એવોર્ડ આગળ વધવા માટે પ્રેરણા રુપે કામ કરશે. વળી મનીષા કોઈરાલાએ કહ્યું કે આ સમ્માન મેળવીને હું ગર્વ અનુભવુ છુ.

જાણીતી અભિનેત્રી ફરિદા જલાલને સરસ્વીબાઈ દાદાસાહેબ ફાળકે શ્રેષ્ઠ અભિનેત્રી (લાઈફટાઈમ) એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
