For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dalai Lama : દલાઇ લામાએ કર્યા ભારતના વખાણ, નહેરુ-ઇન્દિરા વિશે કહી આ વાત

Dalai Lama : ભારતમાં પોતાના રોકાણ વિશે દલાઈ લામાએ જણાવ્યું હતું કે, દેશમાં રહેવું અદ્દભૂત છે. હું ભારત સરકારનો મહેમાન છું. હું ભારતની પ્રશંસા કરું છું. આ સાથે તેમણે ઇન્દિરા અને નહેરુના વખાણ કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

Dalai Lama : તિબેટીયન આધ્યમિક ગુરુ અને નેતા દલાઇ લામાએ ભારતીય લોકશાહીમાં ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોના વખાણ કર્યા હતા. શુક્રવારના રોજ આઇઆઇપીનું સંબોધન કરતા સમયે દલાઇ લામાએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી સાથેની પોતાની બેઠકો પણ યાદ કરી હતી.

Dalai Lama

દલાઇ લામાએ જણાવ્યું હતું કે, ભારત એક લોકતાંત્રિક દેશ છે. જ્યાં તમામ મોટી વૈશ્વિક પરંપરાઓ એક સાથે વસવાટ કરે છે. ધર્મનિરપેક્ષ સિદ્ધાંત અદ્દભૂત છે.

દલાઇ લામાએ જણાવ્યું હતું કે, તેમને મહાત્મા ગાંધીને મળવાની તક ન મળી હતી, પરંતુ જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને મળવાનો મોકો મળ્યો હતો.

ભારતમાં તેમના રોકાણ વિશે બોલતા, દલાઇ લામાએ જણાવ્યું હતું કે, દેશમાં રહેવું અદ્ભુત છે. હું ભારત સરકારનો મહેમાન છું. હું તેની પ્રશંસા કરું છું.

તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ જણાવ્યું હતું કે, તેમની તિબેટ પરત ફરવાની કોઈ યોજના નથી. કારણ કે, તેઓ ભારતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહેમાન છે, જે તેના યજમાનને ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આપે.

દલાઇ લામા જણાવ્યું હતું કે, અમારા ભાઈઓ અને બહેનો, અમે ખાસ કહીએ છીએ કે, જ્યારથી હું શરણાર્થી બન્યો છું અને આ દેશમાં રહું છું, ત્યારથી મેં ભારતીય વિચાર અને તર્ક શીખ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ચીન આગામી દલાઈ લામાની પસંદગીની ચર્ચામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. તિબેટ રાઈટ્સ કલેક્ટિવએ ધ્યાન દોર્યું કે, ભાવિ દલાઈ લામાની પસંદગી વખતે ચીન વૈશ્વિક બૌદ્ધ સમર્થન પણ માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ચીન પાકિસ્તાનમાં ગાંધાર બૌદ્ધ ધર્મનો ઉપયોગ કરીને શ્રીલંકાના બૌદ્ધોને તક્ષશિલા અને ગાંધાર જેવા ઐતિહાસિક સ્થળો તરફ આકર્ષવા માટે પાકિસ્તાનને બૌદ્ધ ધર્મના પ્રણેતા તરીકે પ્રમોટ કરવા માટે કરી રહ્યું છે, જેથી માત્ર તેનો પોતાનો હેતુ સિદ્ધ કરી શકાય.

ચીની દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 14મા દલાઈ લામા કોઈ સામાન્ય સાધુ નથી, પરંતુ ધાર્મિક વ્યક્તિના વેશમાં એક રાજકીય દેશનિકાલ કરેલા નેતા છે, જેઓ લાંબા સમયથી ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિઓમાં શામેલ છે અને તિબેટને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

English summary
Dalai Lama praised India, said this about Nehru-Indira
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X