For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા પર દલિત યુવકને બળજબરીથી મંદિરના ઓટલે રગડાવ્યુ નાક

આવો જ એક કેસ રાજસ્થાનના અલવરમાં સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અલવરઃ કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ હાલમાં ઘણી ચર્ચામાં છે. લોકો આ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે અને લોકો આ ફિલ્મની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને સવાલ-જવાબ વચ્ચે આના વિશે વિવાદ પણ સામે આવી રહ્યા છે. લોકો એકબીજા સાથે વિવાદ કરી રહ્યા છે એટલુ જ નહિ પરંતુ મારપીટ કરવા પર પણ ઉતરી આવ્યા છે. આવો જ એક કેસ રાજસ્થાનના અલવરમાં સામે આવ્યો છે.

the kashmir files

રાજસ્થાનના અલવરમાં 32 વર્ષના દલિત વ્યક્તિએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી જેમાં તેણે સવાલ ઉઠાવ્યો હતો કે જો કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે તો દલિતો પર બનેલી ફિલ્મ જય ભીમને ટેક્સ ફ્રી કેમ કરવામાં ન આવી. પરંતુ અલવરના ગોકલપુર ગામમાં રહેતા મેઘવાળને ફેસબુક પર આ પોસ્ટ મૂકવી ભારે પડી ગઈ.

મેઘવાળે જણાવ્યુ કે જ્યારે મે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો લોકો મારી પોસ્ટ પર ધાર્મિક કમેન્ટ કરવા લાગ્યા અને નારા લગાવવા લાગ્યા. લોકો આટલેથી અટક્યા નહિ પરંતુ તેમણે મને ધમકી પણ આપવાની શરુ કરી દીધી. લોકો મારા પર દબાણ કરવા લાગ્યા કે હું આના માટે માફી માંગુ. મારા પર ગામના લોકો અને સરપંચે ગામના મંદિરમાં જઈને માફી માંગવા માટે કહ્યુ. તેમણે મને કહ્યુ કે જો હું આમ કરીશ તો મને હેરાન કરવામાં નહિ આવે. પરંતુ આ લોકોએ મારા પર દબાણ કરવાનુ શરુ કરી દીધુ અને બળજબરીથી મને મંદિરના ઓટલે નાક રગડવા માટે મજબૂર કરવામાં આવ્યો.

આ ઘટના બાદ મેઘવાળે બહરોડ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલિસે 11 લોકો સામે સંબંધિત કલમોમાં કેસ નોંધ્યો છે. મેઘવાળે જણાવ્યુ કે આ લોકો સામે કેસ કરાવ્યા બાદ પણ મારા પર ઘણી દબાણ કરવામાં આવી રહ્યુ છે. મારા જીવને જોખમ છે અને ખૂબ ડરી ગયો છુ. વળી, પોલિસ અધિકારીએ જણાવ્યુ કે 11 આરોપીઓમાંથી 7ની ધરપકડ કરી લેવામાં આવી છે, અમે કેસની તપાસ કરી રહ્યા છે.

English summary
Dalit man was forced to rub his nose at temple after facebook post on The Kashmir Files
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X