દિવાળી પહેલા મોટા તોફાનનો ખતરો, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એલર્ટ પર!
હવામાન વિભાગે ભારતમાં વધુ એક મોટા તોફાનને લઈને એલર્ટ જારી કર્યુ છે. દિવાળી પહેલા દેશમાં મોટા તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે.
હવામાન વિભાગે ભારતમાં વધુ એક મોટા તોફાનને લઈને એલર્ટ જારી કર્યુ છે. દિવાળી પહેલા દેશમાં મોટા તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આ તોફાનનો ખતરો ઉત્તર આંદામાન અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પર વધુ છે. આ વિસ્તારમં શનિવારે સવારે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયુ છે.

પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી લગભગ 1460 કિમી દક્ષિણ-પૂર્વમાં બનેલું આ દબાણ 24 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. જે બાદ 25 ઓક્ટોબરે તે ટિંકોના દ્વીપ અને સેન્ડવિચ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકારો ચક્રવાત સિતરંગને લઈને એલર્ટ પર છે અને ભારે વરસાદ માટે તૈયારી કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ તોફાનનું નામ થાઈલેન્ડે આપ્યુ છે.
પશ્ચિમ બંગાળ સરકાર સંભવિત નુકસાન ટાળવા ઘણા જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી રહી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી પ્રમિલા મલિકે જણાવ્યું કે, ફાયર વિભાગ, ODRAF અને NDRFના કર્મચારીઓ કોઈપણ કટોકટી માટે તૈયાર છે.
પીટીઆઈ દ્વારા પશ્ચિમ બંગાળના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયુ છે કે, સંભવિત ચક્રવાતની તૈયારીના ભાગ રૂપે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, એસપી અને કટોકટી વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગે બંગાળની ખાડીના કિનારે સુપર સાયક્લોન ટકરાવાના અહેવાલને અફવા ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ અંગે કોઈ એડવાઈઝરી જારી કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
