Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્યારે થશે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત? આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક

ચૂંટણી પંચની મહત્વની બેઠક, લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થશે

લોકસભા ચૂંટણીના એલાનને લઈ ચૂંટણી પંચની આજે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આયોગ ચૂંટણીની તારીખનું એલાન કરી દેશે. ચૂંટણી માટે દેશની 543 લોકસભા સીટ માટે 10 લાખ પોલિંગ સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પેપર ટ્રેલ મશીન મોકલવામાં આવશે.

election commission

જણાવી દઈએ કે હાલી લોકસભાનો કાર્યકાળ 6 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે પાંચ માર્ચે ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 7 એપ્રિલથી 12 મે સુધી થઈ હતી. મતગણતરી 16 મેના રોજ થઈ હતી. અગાઉ 2004માં 29 ફેબ્રુઆરી અને 2009માં 2 માર્ચે ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતું.

લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણી પણ

મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકસભા ચૂંટણીને આયોગ 9-10 ચરણમાં કરી શકે છે. તારીખની જાહેરાતની સાથે જ આજની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ પર વિસ્તૃત ચર્ચા થશે. જણાવવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્દેશ, સિક્કિમ અને ઓરિસ્સાની વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવી શકે છે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે 2019ના રોજ પૂરો થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશનો કાર્યકાળ 18 જૂન, ઓરિસ્સાનો કાર્યકાળ 11 જૂન અને અરુણાચલ પ્રદેશની વિધાનસભાનો સમય જૂનથી પહેલા અઠવાડિયામાં સમાપ્ત થઈ રહ્યો છે.

ઉપરાંત ચૂંટણી પંચ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની પણ ચૂંટણી સાથે કરાવવા પર વિચાર કરી રહ્યું છે. અગાઉ પણ આયોગની એક ટીમ જમ્મુ અને કાશ્મીર ગઈ હતી. આ વિશે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીના સંબંધમાં અંતિમ ફેસલો ભારત-પાકિસ્તાન વચ્ચેના હાલાત પર નિર્ભર કરે છે.

કોંગ્રેસે લગાવ્યા કેટલાય આરોપો

ચૂંટણીની તારીખોના એલાનમાં થઈ રહેલ વિલંબ પર કોંગ્રેસ નેતા અહમદ પેટેલે આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું, કે શું ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી માટે તારીખની ઘોષણા પહેલા પીએમના સત્તાવાર કાર્યક્રમ પૂરો થવાનો ઈંતેજાર કરી રહ્યું છે? તેમણે દાવો કર્યો કે સરકારી કાર્યક્રમનો ઉપયોગ રાજનૈતિક સભાઓ, ટીવી/રેડિયો અને પ્રિન્ટ પર રાજનૈતિક જાહેરાતો માટે થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ સરકારને પૂરી છૂટ આપી રહ્યું છે જેથી તેઓ અંતિમ મિનિટ સુધી પૈસાનો ઉપયોગ કરે.

આ પણ વાંચો- દિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X